
ગુગલે એક બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે અલગ અલગ તારીખો, સ્થળો અને ફિલ્ટર્સ લાગુ કરીને શ્રેષ્ઠ ડીલ શોધવાને બદલે, હવે આ ટૂલ આવ્યા પછી, તમારે ફક્ત એ જણાવવાનું રહેશે કે તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મુસાફરી કરવા માંગો છો. જેમ તમે તમારા મિત્ર સાથે વાત કરી રહ્યા છો, તમે સામાન્ય ભાષામાં ગૂગલના આ AI ટૂલને તમારા પ્રશ્નો પૂછી શકો છો. આ પછી, ગૂગલનું આ AI ટૂલ કામ કરશે અને તમને શ્રેષ્ઠ ડીલ્સ શોધીને બતાવશે.

ફ્લાઇટ ડીલ્સ યુઝરની જરૂરિયાતોને સમજવા અને વધુ સારા પરિણામો બતાવવા માટે ગૂગલના એડવાન્સ્ડ AI નો ઉપયોગ કરે છે. એટલું જ નહીં, આ ટૂલ રીઅલ-ટાઇમ ગૂગલ ફ્લાઇટ્સ ડેટાનો ઉપયોગ કરીને સેંકડો એરલાઇન્સ અને બુકિંગ સાઇટ્સમાંથી ડેટા એકત્રિત કરે છે અને તેને તરત જ સ્ક્રીન પર પ્રદર્શિત કરે છે. આ સુવિધા આગામી થોડા અઠવાડિયામાં ભારત, અમેરિકા અને કેનેડામાં રહેતા વપરાશકર્તાઓ માટે રોલઆઉટ કરવામાં આવશે.