ફરહાન અખ્તરનો આજે BIRTHDAY: દાદા, પરદાદા પાસેથી વારસામાં મળ્યું છે ટેલેન્ટ

મલ્ટીટેલેન્ટેડ Farhan Akhtarનો આજે BIRTHDAY છે. જાણો આ એક્ટર, ડિરરેક્ટર, પ્રોડ્યુસર, લેખક, સિંગર, એન્કર વિષે કેટલોક અજાણી વાતો.

  • tv9 webdesk37
  • Published On - 13:37 PM, 9 Jan 2021
એક્ટર, ડિરરેક્ટર, પ્રોડ્યુસર, લેખક, સિંગર, એન્કર.. ફરહાન અખ્તર બહુમુખી પ્રતિભા છે.
1991 માં પહેલી વાર 'લમ્હે' ફિલ્મમાં આસીસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી.
3. 2001માં રિતેશ સિધવાની સાથે મળીને એક્સલ એન્ટરટેનમેન્ટ નામની કંપની બનાવી. જેની પહેલી ફિલ્મ હતી દિલ ચાહતા હૈ.
ફરહાનને પહેલી ફિલ્મ માટે જ શ્રેષ્ઠ હિન્દી ફીચર ફિલ્મ, શ્રેષ્ઠ સ્ક્રીનપ્લે અને શ્રેષ્ઠ ફિલ્મ ક્રિટિક માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
ફરહાનને સંગીત અને લેખનની પ્રતિભા વારસામાં મળી છે. તેઓ મશહૂર લેખક જાવેદ અખ્તરના પુત્ર છે.
ફરહાન અખ્તરના દાદા જાનિસાર અખ્તર પણ એક જાણીતા શાયર અને ગીતકાર હતા. તેમજ જાનિસાર અખ્તર પહેલાની ત્રણ પેઢીનું ઉર્દુ શાયરીમાં મોટું નામ છે.
‘રોક ઓન' ફિલ્મથી ફરહાને સિંગર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી.
ફરહાન અત્યારે ફિલ્મ તૂફાનની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેઓ બોક્સરના રોલમાં નજર આવશે.