
સંત રામપાલ: હરિયાણાના બીજા એક બાબા, સંત રામપાલ, હિસાર જેલમાં બંધ છે. સતલોક આશ્રમ ચલાવતા રામપાલ પર રાજદ્રોહ, શારીરિક શોષણ, ગેરકાયદેસર હથિયાર રાખવા અને સરકારી કામમાં અવરોધ લાવવાનો આરોપ છે. તેમના આશ્રમમાંથી ગર્ભપાત અને વાંધાજનક દવાઓના પુરાવા મળી આવ્યા હતા. જેના પછી તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

સ્વામી ભીમાનંદ: સ્વામી ભીમાનંદ, જે ઇચ્છાધારી બાબા તરીકે ઓળખાય છે, દિલ્હીમાં દેહ વ્યાપાર રેકેટ ચલાવવાના આરોપમાં જેલમાં છે. ભીમાનંદ, જે પહેલા સુરક્ષા ગાર્ડ હતા, તેમની સામે MCOCA જેવા ગંભીર કાયદા હેઠળ કેસ નોંધાયેલા છે.

સ્વામી પરમાનંદ: તામિલનાડુમાં તિરુચિરાપલ્લી આશ્રમ ચલાવતા સ્વામી પરમાનંદ પણ જેલમાં છે. તેમના પર 13 મહિલાઓ પર રેપ કરવાનો આરોપ છે.
Published On - 5:04 pm, Mon, 18 August 25