
પોષક તત્વોનો સારો સ્ત્રોત - સવારે સૌથી પહેલા દહીં ખાવાથી કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન બી જેવા જરૂરી પોષક તત્વો ઝડપથી મળે છે. દહીંમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે હાડકાના સ્વાસ્થ્ય અને સ્નાયુઓને મજબૂત કરવામાં મદદ કરે છે.

હાઇડ્રેટિંગ અને ઠંડક - દહીંમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. જે શરીરને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે. ખાસ કરીને ગરમ હવામાનમાં તેના કુદરતી ઠંડક ગુણધર્મો શરીરની ગરમી ઘટાડી શકે છે અને ડિહાઇડ્રેશનને અટકાવી શકે છે.

લેક્ટિક એસિડ: ખાલી પેટે દહીં ખાવાથી તેમાં રહેલા લેક્ટિક એસિડને કારણે પેટની એસિડિટી વધી શકે છે. તેથી ઠંડુ દૂધ પીવું ફાયદાકારક માનવામાં આવે છે.(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. કોઈ પણ વસ્તુઓ અનુસરતા પહેલા તમારે તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.)