Gujarati News » Photo gallery » Emoji reaction came in WhatsApp all messages will not have to be answered by typing know who can use it
WhatsApp Updates: હવે દરેક મેસેજનો ટાઈપ કરી નહીં આપવો પડે જવાબ, આવ્યું ઈમોજી રિએક્શન, જાણો કોણ કરી શકશે ઉપયોગ
આ અપડેટ હમણાં જ કેટલાક બીટા વપરાશકર્તાઓ સુધી પહોંચ્યું છે. આની મદદથી કેટલાક મેસેજ પર હા, ના અથવા હમ્મમ (Hmmm)લખવાને બદલે યુઝર્સ ઈમોજીની મદદથી રિએક્શન પણ સામેલ કરી શકશે.
WhatsAppમાં એક નવું ફીચર સામેલ કરવામાં આવ્યું છે, જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. આ ફીચર છે મેસેજ રિએક્શન. યુઝર્સ ફેસબુક પોસ્ટ પર જોવા મળતી ઈમોજી રિએક્શનનો ઉપયોગ કરી શકશે.
1 / 5
આ અપડેટ હમણાં જ કેટલાક બીટા વપરાશકર્તાઓ સુધી પહોંચ્યું છે. આની મદદથી કેટલાક મેસેજ પર હા, ના અથવા હમ્મમ (Hmmm)લખવાને બદલે યુઝર્સ ઈમોજીની મદદથી રિએક્શન પણ સામેલ કરી શકશે.
2 / 5
ગત મહિને વોટ્સએપના લેટેસ્ટ ફીચર્સ પર નજર રાખનારી વેબસાઈટે વોટ્સએપ મેસેજ રિએક્શન વિશે માહિતી શેર કરી છે. આ સુવિધા હાલમાં ડેવલપમેન્ટના સ્ટેજમાં છે.
3 / 5
Wabitinfo અનુસાર, કંપની આ ટેસ્ટિંગમાં 6 પ્રકારના ઈમોજીનો ઉપયોગ કરી રહી છે, જે લાઈક, લવ, લાફ, સરપ્રાઈઝ્ડ, સેડ અને થેંક્સના વિકલ્પમાં આવે છે.
4 / 5
આ સિવાય WhatsApp મલ્ટી-ડિવાઈસ લોગિન ફીચર પર પણ કામ કરી રહ્યું છે. આવનારા સમયમાં વોટ્સએપમાં ઘણા નવા ફીચર્સ જોવા મળશે. Edited By Pankaj Tamboliya