Gujarati News » Photo gallery » | elephants also suffer from Stress know how solitary animals show more signs of stress than those in a group says research
પ્રાણીઓમાં તણાવ : માત્ર માણસો જ નહીં,હાથીઓને પણ થાય છે સ્ટ્રેસ ! સંશોધનમાં ચોંકાવનારી બાબતો આવી સામે
ફિનલેન્ડની તુર્કુ યુનિવર્સિટીના સંશોધનમાં હાથીઓ વિશે ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે.
માણસોની જેમ હાથીઓ પણ હતાશા,સ્ટ્રેસ અને એકલતાનો સામનો કરે છે. નર અને માદા બંને સ્ટ્રેસથી પરેશાન છે, પરંતુ આનું કારણ બંનેમાં અલગ-અલગ છે. આ દાવો ફિનલેન્ડની તુર્કુ યુનિવર્સિટીના સંશોધકોએ તેમના તાજેતરના સંશોધનમાં કર્યો છે. આ સંશોધનમાં હાથીઓ વિશે ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે.
1 / 5
હાથીઓમાં તણાવ અને હતાશાનું કારણ શું છે તે જાણવા માટે વૈજ્ઞાનિકોએ મ્યાનમારના હાથીઓ પર સંશોધન કર્યું.ઉપરાંત એશિયન હાથીઓ પર સંશોધન કરવા અને તેમની સ્થિતિ જાણવા માટે તેમના મળની તપાસ કરવામાં આવી હતી.મળમાં સ્ટ્રેસ હોર્મોન્સનું સ્તર તપાસવામાં આવ્યું હતુ.
2 / 5
રિસર્ચ રિપોર્ટ કહે છે કે, નર અને માદા હાથીમાં તણાવ વધવાનું કારણ પણ અલગ-અલગ છે. ઉદાહરણ તરીકે, નર હાથીઓમાં તણાવનું સૌથી મોટું કારણ એકલતા છે. જ્યારે માદા હાથી તેના બાળકને જન્મ આપે છે ત્યારે તેનામાં તણાવ ઓછો હોય છે. સંશોધકોનું કહેવું છે કે, જ્યારે હાથી તણાવની સ્થિતિમાં હોય છે ત્યારે તેના મગજ પર તેની નકારાત્મક અસર પડે છે.
3 / 5
સંશોધક ડો.માર્ટિન સેલ્ટમેન જણાવ્યુ કે, 95 હાથીઓ પર કરવામાં આવેલા સંશોધનમાં સામે આવ્યું છે કે માણસોની જેમ હાથીઓમાં પણ મિત્રોનો સાથ તેમને ખુશ રાખે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે મિત્રો ન હોય તેવા હાથીઓના મળમાં સ્ટ્રેસ હોર્મોન્સનું સ્તર વધુ જોવા મળ્યું હતુ.
4 / 5
સંશોધકોનુ કહેવુ છે કે, માણસોની જેમ હાથીઓમાં પણ સોશિયલ બોન્ડિંગનું મહત્વ ઓછું નથી. તેથી આ સંશોધનના પરિણામો આવા પ્રાણીઓના જીવનને સુધારવા માટે કામ કરશે.