
શરૂઆતમાં તમે નાના સ્કેલ પર એક પ્લે ઝોન શરૂ કરી શકો છો. બીજીબાજુ મોટા સ્કેલ પર એડવાન્સ રમકડાં, ડિજિટલ લર્નિંગ ટૂલ્સ, મ્યુઝિક સિસ્ટમ અને પ્રોજેક્ટર જેવી સર્વિસ આપીને પણ આ બિઝનેસ શરૂ કરી શકાય છે.

દસ્તાવેજોની વાત કરીએ તો, બિઝનેસ રજીસ્ટ્રેશન, GST, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ લાઇસન્સ જરૂરી છે. આ સાથે સુરક્ષા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ, CCTV સિસ્ટમ અને સ્ટાફ માટે પોલીસ વેરિફિકેશન કરાવવું પણ મહત્વપૂર્ણ છે. આનાથી માતા-પિતામાં વિશ્વાસ વધશે કે, તેઓના બાળકો સલામત જગ્યાએ સમય પસાર કરે છે.

રોકાણ પછી જોઈએ તો દર મહિને ભાડું, વીજળી-પાણી-એસીનું બિલ, સ્ટાફની સેલેરી, માર્કેટિંગ અને મેન્ટેનન્સ જેવા ખર્ચનો સમાવેશ થાય છે. જો જગ્યા પોતાની હોય તો ભાડાનો ખર્ચ બચી શકે છે. જણાવી દઈએ કે, આ ખર્ચ દર મહિને સરેરાશ ₹30,000 થી ₹80,000 સુધી પહોંચી શકે છે. જો કે, તેની સામે આવકની સંભાવના પણ સારી છે.

જો દરરોજ 20 થી 40 બાળકો આવે તો માસિક આવક આશરે ₹60,000 થી ₹1,50,000 સુધી પહોંચી શકે છે. આમાંથી નેટ પ્રોફિટ સામાન્ય રીતે 25% થી 35% રહે છે, એટલે કે તમે મહિને અંદાજિત ₹15,000 થી ₹50,000 સુધીનો નફો મેળવી શકો છો. આ સિવાય વાસ્તવિક આવક અને નફો બાળકોની સંખ્યા, ફી અને બાકીના ખર્ચ પર આધાર રાખે છે.

ટૂલ્સમાં બેઝિક રમકડાં, ઇન્ડોર સ્લાઇડ્સ, બૉલ પૂલ, સ્વિંગ્સ, રંગબેરંગી ખુરશીઓ અને ટેબલ્સ સાથે ડ્રોઈંગ બૂક્સ, પઝલ્સ, ફ્લેશ કાર્ડ્સ જેવી લર્નિંગ કિટ્સ ખરીદવી જરૂરી છે. મોટા સ્તરે પ્રોજેક્ટર, ટીવી અને મ્યુઝિક સિસ્ટમથી શૈક્ષણિક વીડિયો, કાર્ટૂન શો અને ડાન્સ-સિંગિંગ એક્ટિવિટી કરાવી શકાય છે.

બાળકોને વ્યસ્ત રાખવા માટે Singing, Drawing, Storytelling, Puppet Show, GK Quiz, Clay Art જેવી એક્ટિવિટીઝ કરાવવી જોઈએ. વધુમાં ગ્રુપ ગેમ્સ અને ટીમ એક્ટિવિટીઝ દ્વારા બાળકોમાં સોશિયલ સ્કિલ્સ પણ વિકસાવી શકાય છે.

માર્કેટિંગ માટે લોકલ WhatsApp ગ્રૂપ્સ, Facebook અને Instagram પર જાહેરાત કરવી જોઈએ. નજીકની શાળાઓ અથવા ટ્યુશન ક્લાસ સાથે ટાઈઅપ કરીને સ્ટુડન્ટ્સને ડિસ્કાઉન્ટ ઓફર આપી શકાય છે. આ સાથે જ Birthday Party અથવા Special Function માટે પ્લે ઝોન ભાડે આપીને વધારાની કમાણી પણ કરી શકાય છે. નવા ગ્રાહકોને આકર્ષવા માટે “First Visit Free” અથવા “Festival Discount” જેવી ઓફર્સ આપો.

આ ઉપરાંત Weekend પર Fancy Dress Competition, Drawing Competition અથવા Summer Campનું આયોજન કરીને બિઝનેસને આગળ વધારી શકાય છે. Snacks corner અથવા Juice counter શરૂ કરીને પણ વધારાની આવક ઊભી કરી શકાય છે.

ટૂંકમાં જોઈએ તો, 'Kids Activity and Learning Center' બિઝનેસ ખુબ જ નફાકારક છે. જો તમે યોગ્ય લોકેશન, કિડ્સ સેફટી અને સારી એક્ટિવિટીઝ પર ધ્યાન આપશો, તો આ બિઝનેસ ઝડપથી લોકપ્રિય બનશે.