Dwarka: વેકેશન અને ગરમીના દિવસોમાં દ્વારકા પ્રવાસીઓની પસંદગીનુ પર્યટન સ્થળ, સૌરાષ્ટ્રના દરીયા કિનારા તરફ વળ્યા પ્રવાસીઓ

ઉનાળા દિવસોમાં મહાનગરોમાં તાપમાનનો પારો 40ડીગ્રીની આસપાસ રહે છે. ત્યારે ઉનાળા વેકેશનમાં ફરવા માટે સૌરાષ્ટ્રના દરીયા કિનારે પ્રવાસીઓની પસંદગી વધી છે.

Divyesh Vayeda
| Edited By: | Updated on: May 18, 2022 | 5:26 PM
ઉનાળા દિવસો તેમાં પણ મે માસમાં તાપમાનનો પારો  મહાનગરોમાં 40ડીગ્રીની આસપાસ રહે છે. ત્યારે ઉનાળા વેકેશનમાં ફરવા માટે સૌરાષ્ટ્રના દરીયા કિનારે પ્રવાસીઓની પસંદગી વધી છે. તેમાં પણ ખાસ કરીને શુક્ર, શનિ અને રવિવારે પ્રવાસીઓની સંખ્યામાં વધારે હોય છે.

1 / 7
દેવભુમિદ્વારકાના દ્વારકામાં કોરોનાકાળ બાદ પ્રવાસીઓનુ પસંદગી પર્યટન સ્થળ બન્યુ છે. કોરોનાકાળમાં ઘરમાં પુરાયેલ લોકો હવે કોરોના કેસ ઓછા થતા ફરવા માટે ઉત્સુક હતા જ તેવામાં ઉનાળાનુ વેકેશન આવતા બાળકોની રજાની મજા માટે સૌરાષ્ટ્રના દરીયા કિનારે ફરવાનુ પસંદ કરે છે. અનેક કારણે પ્રવાસીઓ દ્રારકા તરફ આવવાનુ પસંદ કરી રહ્યા છે.

2 / 7
જેમાં દ્વારકાનગરી ધાર્મિક સ્થળ છે. અને ભગવાન શ્રી દ્રારકાધીશના દર્શન માટે દ્વારકા આવતા હોય છે. સાથે છેલ્લા કેટલા વર્ષોથી દ્વારકા તથા આસપાસના વિસ્તારનો વિકાસ પ્રવાસન સ્થળ તરીકે થતા લોકોને આ જગ્યા ફરવા માટે આકર્ષે છે. જેમાં સુદામા સેતુ, પંચકુઈ વિસ્તાર, સનસેટ પોઈન્ટ તેમજ આસપાસ રહેલા શિવરાજપુર અને ઓખામઢી બીચના કારણે પ્રવાસીઓ દ્વારકાની પસંદગી કરે છે. તેમજ દ્વારકા તથા આસપાસના વિસ્તારમાં દરીયા કિનારો હોવાથી અંહીની તાપમાન વધુમાં વધુ 36 ડીગ્રી સુધી નોંધાયુ છે. અન્ય મોટા શહેરોની સરખામણીએ ગરમીનુ પ્રમાણ ખુબ ઓછુ હોય છે.

3 / 7
ઉનાળાના વેકેશનમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ હવે દ્વારકા પ્રવાસન સ્થળ તરીકે બારેમાસી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. બે વર્ષ સુધી કોરોનાના કારણે અંહી લોકોના અવર-જવર ઓછી થઈ હતી જે કોરોના કેસ નહીવત જેવા થતા જ પ્રવાસીઓ દ્રારકામાં પ્રવાસ માટે દોડી આવે છે. જેમાં 50 ટકા પ્રવાસીઓ એડવાન્સ બુકીંગ કરીને 2 થી 4 દિવસનુ રોકાણ કરતા હોય છે. દ્વારકામાં આશરે 125 જેટલી નાની-મોટી હોટેલ, ગેસ્ટહાઉસ, ધર્મશાળા, રીસોર્ટ આવેલા છે. જે શનિવાર-રવિવારમાં 60 ટકાથી વધુ ભરાયેલ હોય છે.

4 / 7
છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી પ્રવાસીઓની સંખ્યા વધી છે. અગાઉ દ્વારકામાં દેશ-વિદેશની પ્રવાસીઓ વધુ અને ગુજરાતી પ્રવાસીઓની સંખ્યા ઓછી હતી. પરંતુ હવે ગુજરાતી પ્રવાસી અન્ય રાજયના પ્રવાસ કરતા દ્રારકા પ્રવાસ વધુ પસંદ કરતા થયા છે. જે ઓછા સમયમાં ટુંકા પ્રવાસમાં તેમજ અન્ય રાજયના પ્રવાસ કરતા ઓછા ખર્ચમાં રજાની મજા માણતા હોય છે.

5 / 7
દ્વારકા આવતા પ્રવાસીઓ નજીક આવેલા શિવરાજપુર બીચ અવશ્ય મુલાકાત લે છે. જયાં દિવસનો મોટાભાગનો સમય દરીયા કિનારે પ્રસાર કરે છે. હાલ ગરમીના સમયે દરીયામાં ન્હાવાની મજા માણે છે. જો કે દરીયામાં ચાલતી બોટ, રાઈડ સ્કૂબા ડાઈવીંગ જેવી પ્રવૃતિ હાલ બંધ છે. ઓખાથી બેટ-દ્રારકા જતી વખતે પ્રવાસીઓ બોટીંગની મજા લે છે.

6 / 7
જયા બોટની આસપાસ આકાશમાં ઉડતા સીગલ સફેદ પક્ષીને નજીકથી નિહાળે છે. બોટની નજીકમાં  દરીયામાં ડોલફીન ડાઈવીંગ કરતા જોવા મળે છે.

7 / 7

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">