Gujarati News » Photo gallery » Do you want to look stylish at your workplace?? So these looks of Bollywood actresses can be a great fashion guide
શું તમે વર્ક પ્લેસ પર દેખાવા માંગો છો સ્ટાઈલિશ ? તો બૉલીવુડ એક્ટ્રેસના આ લૂક બની શકે છે એક શાનદાર ફેશન ગાઈડ
તમે જીન્સ સાથે વિવિધ પ્રકારના કુર્તા (Jeans With Kurta) ટ્રાય કરી શકો છો. તે તમને સ્ટાઇલિશ અને ક્લાસી લુક આપશે. તમે તેમને પલાઝો અને પેન્ટ સાથે પણ સ્ટાઇલ કરી શકો છો. આવો જાણીએ કે, તમે તમારા વોર્ડરોબમાં કઇ ડિઝાઇનના કુર્તાનો સમાવેશ કરી શકો છો.
Alia Bhatt : ફ્રન્ટ લોંગ કટ કુર્તા ડિઝાઇન - તમે જીન્સ સાથે ફ્રન્ટ લોંગ કટ કુર્તા પહેરી શકો છો. કટ ડિઝાઈનમાં કુર્તા આગળથી ખુલ્લો હોય છે. આ કુર્તા તમને સ્ટાઇલિશ લુક આપશે. આ તમારા તરફ દરેકનું ધ્યાન આકર્ષિત કરશે.
1 / 5
Kiara Advani : વ્હાઇટ લોન્ગ કટ કુર્તા : આ એક એવા પ્રકારની ફેશન છે કે, જે ક્યારેય પણ આઉટ ઓફ ડેટ નથી જતી. આ કલર દરેક વ્યક્તિને સૂટ કરે છે. તમે કોઈપણ પ્રકારની ઇવેન્ટમાં આ એવર ગ્રીન સ્ટાઇલ કેરી કરી શકો છો.
2 / 5
Deepika Padukone : ચેઇન ફ્રન્ટ કુર્તા ડિઝાઇન - તમે જીન્સ સાથે ઓપન ચેઇન કુર્તા પણ ટ્રાય કરી શકો છો. આ દિવસોમાં તે ખૂબ જ ટ્રેન્ડમાં છે. આ તમને ક્લાસી લુક આપશે. જીન્સ સિવાય તમે તેને પલાઝો અને સલવાર સાથે પણ પહેરી શકો છો.
3 / 5
Aditi Rao Hydari : ઓપન બટન કુર્તા ડિઝાઇન - તમે જીન્સ સાથે બટન ડિઝાઇન કુર્તા પણ ટ્રાય કરી શકો છો. આ કુર્તા સાથે તમે પલાઝો અથવા જીન્સ પહેરી શકો છો. આ કુર્તામાં તમે ખૂબ જ આરામદાયક અનુભવ કરશો.
4 / 5
Sonam Kapoor : શોર્ટ કટ કુર્તા ડિઝાઇન - તમે જીન્સ સાથે શોર્ટ કટ કુર્તાને સ્ટાઇલ કરી શકો છો. આ તમને ઘણા પ્રકારના કાપડમાં જોવા મળશે. તમે ઉનાળા માટે કોટન ફેબ્રિક પસંદ કરી શકો છો. આ કુર્તા તમે કોઈપણ ખાસ પ્રસંગે પહેરી શકો છો.