Gujarati News » Photo gallery » Do you know Jaya Kishori is afraid of whom and without whom her life is unimaginable
શું તમે જાણો છો ? જયા કિશોરીને કોનાથી બિક છે અને કોના વગર તેમનું જીવન અકલ્પનિય છે !
TV9 GUJARATI | Edited By: Pinak Shukla
Updated on: Jan 26, 2023 | 7:22 AM
જયા કિશોરી તેમના પ્રેરક પ્રવચન અને વાર્તા-કથન માટે દેશ- વિદેશમાં જાણીતા છે. તેમના લગ્ન વિશે ઘણી વાર ચર્ચાઓ થતી રહે છે. જયા કિશોરીને લઈને એક નવી વાત સામે આવી છે. જયા કિશોરીએ એક ઈન્ટરવ્યુમાં પોતાના 'ડર' વિશે એક મહત્વની વાત કહી હતી.
કથાકાર અને પ્રવક્તા જયાકિશોરીના નામથી સૌ કોઈ લોકો અવગત છે. હવે તે સ્ટોરી ટેલિંગ દ્વારા પણ લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી છે. તે પ્રમાણમાં નાની ઉંમરે ખ્યાતિની નવી ઊંચાઈએ પહોંચી ગયા છે.
1 / 5
જયા કિશોરીને તેના મેરેજ પ્લાનિંગ વિશે વારંવાર પૂછવામાં આવે છે. તેણે અનેક મીડિયામા આપેલા ઈન્ટરવ્યુમાં આ અંગે ખુલીને ચર્ચા કરી છે. તેણે લગ્નને લઈને પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. જયા કિશોરીએ લગ્ન માટે કેટલીક શરતો પણ રાખી છે.
2 / 5
યુવા મોટિવેશનલ સ્પીકરે પોતાના લગ્ન માટે એક ખાસ શરત રાખી છે. તે લગ્ન પછી જ્યાં રહેશે તેની નજીકમાં તેના માતા- પિતા રહેશે જેથી તે જ્યારે મળવુ હોય ત્યારે તેમણે મળી શકે.
3 / 5
જયા કિશોરીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે જો તે કોલકાતામાં જ લગ્ન કરે તો તે તેના માટે સારું રહેશે, કારણ કે આવી સ્થિતિમાં તે ગમે ત્યારે તેના ઘરે આવીને જમી શકશે. જો તેઓ બહાર લગ્ન કરશે તો તેમના માતા પિતા ત્યાં શિફ્ટ થશે.
4 / 5
એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં મુજબ જયા કિશોરીએ કહ્યું હતું કે તે ખૂબ જ ડરી ગઈ છે કે લગ્ન કર્યા પછી બીજાના ઘરે જવું પડશે. તેણીએ કહ્યું હતું કે તે તેના માતાપિતા વિના તેના જીવનની કલ્પના કરી શકતી નથી.