
ડિજિટલ ગોલ્ડની વાત કરીએ તો, તે Paytm અને PhonePe જેવા પ્લેટફોર્મ દ્વારા ઓનલાઈન ખરીદી શકાય છે. જણાવી દઈએ કે, આના પર 3% GST લાગે છે. જો તમે આ ગોલ્ડને 36 મહિના પહેલા વેચો છો, તો તમારી આવકમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ઉમેરવામાં આવે છે. આ સિવાય, જો તમે ડિજિટલ ગોલ્ડને 36 મહિના પછી વેચો છો, તો 20% લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વસૂલવામાં આવે છે. નોંધપાત્ર રીતે, ડિજિટલ ગોલ્ડ ₹1 જેટલા ઓછા ભાવે ખરીદી શકાય છે. વધુમાં ડિજિટલ ગોલ્ડને ફિઝિકલ ગોલ્ડમાં કન્વર્ટ કરી શકાય છે.

સોવરિન ગોલ્ડ બોન્ડ (SGBs) ખરીદવા પર કોઈ GST લાગતો નથી. જો બોન્ડ મેચ્યોરિટી (8 વર્ષ) પીરિયડ પર રિડીમ કરવામાં આવે છે, તો કેપિટલ ગેઈન સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે. જો 36 મહિના પહેલા આ ગોલ્ડ વેચવામાં આવે છે, તો નફા પર ઇન્કમ ટેક્સ સ્લેબ મુજબ 'Tax' લાગશે. જો 36 મહિના પછી SGB વેચવામાં આવે, તો ઇન્ડેક્સેશન સાથે 20% ટેક્સ લાગશે. વધુમાં, આ બોન્ડ્સ પર 2.5% વાર્ષિક વ્યાજ (Annual Interest) પણ મળે છે, જે દર 6 મહિને ચૂકવવામાં આવે છે, જે ઇન્કમ ટેક્સ સ્લેબ મુજબ 'ટેકસેબલ' છે.

નોંધનીય છે કે, ગોલ્ડ ETF માં રોકાણ કરવાથી ટ્રાન્ઝેકશન પર સીધો GST લાગતો નથી પરંતુ બ્રોકરેજ અને ટ્રાન્ઝેક્શન ફી પર 18 % GST લાગે છે. 1 એપ્રિલ, 2023 થી અમલમાં આવતા નવા નિયમો હેઠળ, ETF માંથી થતા નફા પર તમારા ઇન્કમ ટેક્સ સ્લેબ મુજબ 'Tax' લાગશે. આ સિવાય, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી પણ GST લાગતો નથી. આ બોન્ડ્સમાંથી થતા નફા પર તમારા ઇન્કમ ટેક્સ સ્લેબ રેટ મુજબ 'Tax' લાગશે.

સરળ રીતે જોઈએ તો, ફિઝિકલ ગોલ્ડ (જ્વેલરી, સિક્કા અને બાર) ની ખરીદી પર ગોલ્ડના મૂલ્ય પર 3% GST અને જ્વેલરીના મેકિંગ ચાર્જ પર વધારાનો 5% GST લાગે છે. બીજીબાજુ સૉવરેન ગોલ્ડ બૉન્ડ્સ પર કોઈ GST લાગતો નથી, જે તેને ટેક્સની દ્રષ્ટિએ આકર્ષક વિકલ્પ બનાવે છે. ગોલ્ડ ETF (Exchange Traded Fund) માં ટ્રાન્ઝેક્શન પર કોઈ સીધો GST લાગતો નથી પરંતુ બ્રોકરેજ અને અન્ય ટ્રાન્ઝેક્શન ચાર્જ પર 18% GST લાગે છે. ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે કોઈ GST લાગતો નથી, જ્યારે ડિજિટલ ગોલ્ડની ખરીદી પર ગોલ્ડના મૂલ્ય પર 3% GST લાગુ થાય છે.