હમ ડૂબતે હે તો ડુબને દો, હમ મરતે હે તો મરને દો, પર અબ કોઈ ઝુઠાપન મત દિખાઓ, હમે ભી બહુત શૌક થા પ્યાર કરને કા, પ્યાર મેં હમને અપની જીંદગી ખત્મ કર લી.. આ શબ્દો કોઈ શાયર કે ગીતકારની ડાયરીમાં લખ્યા હોય તો સામાન્ય વાત હતી. જો કોઈ બંજારા આ શબ્દોને ગણગણતો હોત તો પણ આશ્ચર્ય ન થયું હોત. પરંતુ આ એક ખૂની દ્વારા ડાયરી (Jail Diary)માં કાળા અક્ષરો સાથે લખાયેલ છે. આ સાંભળીને મનમાં એક વિચાર આવે છે કે શબ્દોને પ્રેમ કરનાર કોઈ વ્યક્તિ આટલો ખુંખાર કેવી રીતે હોઈ શકે કે તે કોઈને નિર્દયતાથી હત્યા કરી દે.
જમ્મુ-કાશ્મીરના DG જેલ હેમંત કુમાર લોહિયાની હત્યા કરનાર યાસિર તેનો ખાસ હતો. યાસિરની એક ડાયરી મળી આવી છે જેમાં સુંદર કવિતાઓ અને ગીતો લખવામાં આવ્યા છે. આ ડાયરીના પાનામાં લખ્યું છે કે લોકો ડોળ કરે છે, સાહેબ, દેના તો દૂર કી બાત હે. હસ ચંદ કદમો મેં હી અપને પરાએ કી તરાહ છોડકર ચલે ગયે.
યાસિરની ડાયરીનું પહેલું પાનું
ઓ મીરે હમ નશીં, ચલ કહીં ઓર ચલે ઈસ ચમન મેં અબ અપના ગજારા નહીં, બાત હોતી ગુલો તક તો સહ લેતે હમ અબ તો કાંટો પે ભી હક હમારા નહીં,