સવારથી જ AAPનો તો ક્યારેક BJPનો દબદબો જોવા મળી રહ્યો છે. પાર્ટી કાર્યાલયોમાંથી જે ફોટો સામે આવી રહ્યો છે તે પણ પરિણામનું ચિત્ર સ્પષ્ટ કરી રહી છે.
દિલ્હી MCD ચૂંટણીના પરિણામો થોડી જ વારમાં આવશે. ચિત્ર સ્પષ્ટ છે કે, ભાજપ અને AAP વચ્ચે જોરદાર ટક્કર છે, જ્યારે કોંગ્રેસનું પ્રદર્શન બહુ સારું રહ્યું નથી. સવારથી જ ક્યારેક AAPનો તો ક્યારેક BJPનો દબદબો જોવા મળી રહ્યો છે. પાર્ટી કાર્યાલયોમાંથી જે ફોટો સામે આવી રહ્યો છે તે પણ પરિણામનો સ્પષ્ટ ચિતાર આપી રહી છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યાલયો પર ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. નેતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ કાર્યાલયની આવો કોઈ ફોટો સામે આવ્યો નથા.
1 / 5
માહિતી અનુસાર અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી બીજેપી કરતા આગળ છે, પરંતુ પાર્ટી હજુ પણ બહુમતથી થોડી સીટો ઓછી છે. પાર્ટી ઓફિસનો જે ફોટો સામે આવી રહ્યો છે, ત્યાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.
2 / 5
આમ આદમી પાર્ટીના કાર્યાલયને ફુગ્ગાથી સજાવવામાં આવી રહ્યું છે. ફુગ્ગામાં પાર્ટીના થીમ રંગ પણ વાદળી અને પીળા રંગના છે. સવારે સાડા 10 કલાકે સરસાઈના આંકડાના આધારે ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. તેના મુજબ આમ આદમી પાર્ટી આગળ ચાલી રહ્યી છે.
3 / 5
ભાજપ કાર્યાલયમાં નેતાઓ અને કાર્યકર્તાઓની પણ ભીડ જોવા મળી રહી છે. તો મીડિયાકર્મી પણ ત્યાં પહોંચી ચૂક્યા છે. પાર્ટીના અનેક નેતાઓ ઉત્સાહિત છે અને તેમને આશામાં છે કે, એમસીડી ચૂંટણીમાં તેની જીત થશે.
4 / 5
હજુ સુધી કોંગ્રેસ કાર્યાલયની એવો કોઈ ફોટો સામે આવી રહ્યો નથી, જેમાં ઉત્સાહ જોવા મળે. પાર્ટીનું પ્રદર્શન પણ આ વખતે નિરાશાજનક રહ્યું છે.(File Photo)