Gujarati News » Photo gallery » | deaflympics 2021 india wins 16 medals pm modi interacts with indian contingent
PM મોદીએ ડેફલિમ્પિક્સના ચેમ્પિયન સાથે કરી મુલાકાત, કહ્યું- આજનો દિવસ હું આખી જીંદગી ભૂલીશ નહીં
ભારતે 1 થી 15 મે દરમિયાન બ્રાઝિલના કેક્સિયાસ દો સુલમાં આયોજિત 24મી ડેફ ઓલિમ્પિક્સમાં આઠ ગોલ્ડ, એક સિલ્વર અને આઠ બ્રોન્ઝ મેડલ સહિત કુલ 17 મેડલ જીત્યા હતા. આ ટુર્નામેન્ટમાં ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પૂરા થયેલા Deaf Olympicsમાં તેમના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે ભારતીય ટુકડીને અભિનંદન પાઠવ્યા હતા અને શનિવારે સવારે તેમના નિવાસસ્થાને તેમની યજમાની કરી હતી. વડાપ્રધાને તેમના ટ્વિટર હેન્ડલથી આ ખાસ બેઠકની તસવીરો શેર કરી છે. (PMO Twitter)
1 / 5
વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યું, 'હું મારા દેશના ચેમ્પિયન સાથેની મુલાકાતને ક્યારેય ભૂલી શકતો નથી, જેમણે ડેફલિમ્પિક્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ખેલાડીઓએ તેમના અનુભવો મારી સાથે શેર કર્યા જેનાથી મને ખબર પડી કે, તેઓ કેટલો જુસ્સો ધરાવે છે. બધાને મારી શુભેચ્છાઓ' (PMO Twitter)
2 / 5
આ દરમિયાન વડાપ્રધાને ખેલાડીઓ સાથે વાતચીત કરી અને તેમને શુભેચ્છા પાઠવી. આ પ્રસંગે તેમના સિવાય દેશના ખેલ મંત્રી અનુરાગ ઠાકુર અને રમતગમત અને ગૃહ રાજ્ય મંત્રી નિશિત પ્રામાણિક પણ હાજર હતા. ખેલાડીઓએ તેમની સહી કરેલી જર્સી પીએમને ભેટમાં આપી હતી. (PMO Twitter)
3 / 5
ભારતે 1 થી 15 મે દરમિયાન બ્રાઝિલના કેક્સિયાસ દો સુલમાં આયોજિત 24મી ડેફ ઓલિમ્પિક્સમાં આઠ ગોલ્ડ, એક સિલ્વર અને આઠ બ્રોન્ઝ મેડલ સહિત કુલ 17 મેડલ જીત્યા હતા. આ ટુર્નામેન્ટમાં ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. (PMO Twitter)
4 / 5
ડેફલિમ્પિક્સના ખેલાડીઓને અહીં થોમસ કપ વિજેતા બેડમિન્ટન ટીમને મળવાનો મોકો પણ મળ્યો. એચએસ પ્રણોય ઉપરાંત લક્ષ્ય સેન, કિદામ્બી શ્રીકાંત, નેશનલ હેડ કોચ ગોપીચંદ પુલેલા પણ અહીં પહોંચ્યા હતા. (SAI)