
ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે પહેલા બેટિંગ કરી અને 338 રનનો મોટો સ્કોર ભારતને આપ્યો હતો. જેમાં જેમિમા રોડ્રિગ્ઝના રેકોર્ડ સદી અને કેપ્ટન હરમનપ્રીત કૌરની યાદગાર ઈનિગ્સ પર ટીમ ઈન્ડિયાએ 5 વિકેટથી આ મેચ જીતી ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે.

ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો સામનો રવિવારે સાઉથ આફ્રિકા સામે થશે. જેમણે પહેલી સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવ્યું છે.

ટીમ ઈન્ડિયા ત્રીજી વખત ફાઈનલમાં પહોંચી છે. આ પહેલા 2017માં ફાઈનલ મેચ રમી હતી. જ્યારે સૌથી પહેલા 2005માં ભારતીય ટીમ વર્લ્ડકપ જીતવાની નજીક પહોંચી હતી. પરંતુ બંન્ને વખત ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. તો સાઉથ આફ્રિકાની ટીમ પહેલી વખત ફાઈનલમાં પહોંચી છે.

આ વખતે મહિલા વર્લ્ડકપ એટલા માટે ખાસ છે કારણ કે, ક્રિકેટને એક નવી ચેમ્પિયન ટીમ મળશે. 25 વર્ષની લાંબી રાહ જોયા બાદ મહિલા વર્લ્ડકપની ફાઈનલમાં એક નવી ચેમ્પિયન જોવા મળશે. (ALL PHOTO : PTI)