AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s World Cup Final : જે પણ ટીમ ટાઇટલ જીતશે, મહિલા વર્લ્ડ કપમાં નવો ઇતિહાસ રચાશે

સાઉથ આફ્રિકાએ પહેલી સેમિફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ હરાવ્યું હતુ અને પહેલી વખત વર્લ્ડકપની ફાઈનલમાં સ્થાન બનાવ્યું હતુ. તેમજ બીજી સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 339 રનનો સૌથી મોટો સ્કોરચેજનો રેકોર્ડ બનાવી ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે.

| Updated on: Oct 31, 2025 | 10:14 AM
Share
 આઈસીસી મહિલા વર્લ્ડકપ 2025ની ફાઈનલિસ્ટ મળી ચૂકી છે. રવિવાર 2 નવેમ્બરના રોજ નવી મુંબઈના ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં રમાનારી ફાઈનલમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ખિતાબી મેચમાં ટકકર થશે.

1 / 7
ટીમ ઈન્ડિયાની બીજી સેમિફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઐતિહાસિક અને વર્લ્ડ રેકોર્ડ જીતવાની સાથે ફાઈનલમાં એન્ટ્રી કરી છે.

2 / 7
આ સાથે હવે એ નક્કી થઈ ગયું છે કે, 25 વર્ષ બાદ મહિલા ક્રિકેટને એક નવી ચેમ્પિયન ટીમ મળશે. વર્લ્ડકપની શરુઆત 30 સપ્ટેમ્બરના રોજ ગુવાહાટીમાં ભારત અને શ્રીલંકાની મેચ સાથે થઈ હતી. હવે 30 ઓક્ટોબરના રોજ ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં ટૂર્નામેન્ટની બીજી સેમિફાઈનલ રમાઈ હતી.

3 / 7
ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે પહેલા બેટિંગ કરી અને 338 રનનો મોટો સ્કોર ભારતને આપ્યો હતો. જેમાં જેમિમા રોડ્રિગ્ઝના રેકોર્ડ સદી અને કેપ્ટન હરમનપ્રીત કૌરની યાદગાર ઈનિગ્સ પર ટીમ ઈન્ડિયાએ 5 વિકેટથી આ મેચ જીતી ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે.

4 / 7
 ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો સામનો રવિવારે સાઉથ આફ્રિકા સામે થશે. જેમણે પહેલી સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવ્યું છે.

5 / 7
ટીમ ઈન્ડિયા ત્રીજી વખત ફાઈનલમાં પહોંચી છે. આ પહેલા 2017માં ફાઈનલ મેચ રમી હતી. જ્યારે સૌથી પહેલા 2005માં ભારતીય ટીમ વર્લ્ડકપ જીતવાની નજીક પહોંચી હતી. પરંતુ બંન્ને વખત ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. તો સાઉથ આફ્રિકાની ટીમ પહેલી વખત ફાઈનલમાં પહોંચી છે.

6 / 7
 આ વખતે મહિલા વર્લ્ડકપ એટલા માટે ખાસ છે કારણ કે, ક્રિકેટને એક નવી ચેમ્પિયન ટીમ મળશે. 25 વર્ષની લાંબી રાહ જોયા બાદ મહિલા વર્લ્ડકપની ફાઈનલમાં એક નવી ચેમ્પિયન જોવા મળશે. (ALL PHOTO : PTI)

7 / 7

પિતા હતા પહેલા કોચ, આજે વિશ્વની સૌથી ખતરનાક ખેલાડીઓમાં થાય છે ગણતરી- જુઓ પરિવારમાં કોણ કોણ છે? અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">