
પ્રતિકા રાવલ ભલે આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ પરંતુ ફાઈનલમાં ટીમને સપોર્ટ કરવા માટે મેદાનમાં પણ પહોંચી હતી.

તેણે ટીમની સાથે જશ્ન પણ મનાવ્યો હતો. વ્હીલચેરમાંથી ઉભી થઈ ભારતીય ટીમના ખેલાડીઓ સાથે ડાન્સ કરતી પણ જોવા મળી હતી. તે ગ્રુપ ફોટોનો પણ ભાગ બની હતી.

પ્રતિકા રાવલે ગત્ત એક વર્ષમાં ભારતીય મહિલા ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તે ટીમની મહત્વની ખેલાડી છે. આ ટૂર્નામેન્ટમાં તેની રમત શાનદાર જોવા મળી હતી. પરંતુ કિસ્મત તેની સાથે ન હતી અને પહેલી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. તેમ છતાં તે સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેનની લિસ્ટમાં ચોથા સ્થાને છે.