
સેમિફાઈનલમાં સ્થાન બનાવ્યા બાદ આ તમામ ટીમને ગ્રુપ સ્ટેજમાં 1-1 મેચ રમવાની છે. છેલ્લી ગ્રુપ મેચમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ટીમ એકબીજા સાથે ટકરાશે. તો ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ટીમ ટકરાશે. જ્યારે ભારતીય ટીમનો મુકાબલો બાંગ્લાદેશની ટીમ સાથે થશે.

જો ટીમ ઈન્ડિયા પોતાની મેચ જીતી લે છે. તો પણ, તેમની સ્થિતિમાં કોઈ ફેરફાર થશે નહીં. બાંગ્લાદેશ સામે જીત મેળવ્યા પછી પણ, તેમના 8 પોઈન્ટ રહેશે અને તેઓ ચોથા ક્રમે રહેશે. જોકે, ટોચના ત્રણ સ્થાનોમાં ફેરફાર થઈ શકે છે.

સેમિફાઇનલ શેડ્યૂલ, ટીમ ઇન્ડિયા કોનો સામનો કરશે?હવે સવાલ એ છે કે, મહિલા વનડે વર્લ્ડ કપ 2025ની સેમિફાઈનલમાં કઈ ટીમની કોની સાથે ટકકર થશે. મહિલા વનડે વર્લ્ડકપ 2025ની પહેલી સેમિફાઈનલ 29 ઓક્ટોબરના રોજ ગુવાહાટીમાં રમાશે. જેમાં ટીમ ઈન્ડિયાનું રમવું નક્કી છે.

ટૂર્નામેન્ટની પહેલી સેમિફાઈનલમાં ચોથા નંબરની ટીમ ભારતનો મુકાબલો ટેબલ ટોપની ટીમ સાથે થશે. હવે તે ઓસ્ટ્રેલિયાની ટીમ હશે કે પછી સાઉથ આફ્રિકાની ટીમ આ વાત 25 ઓક્ટોબરના રોજ ખબર પડશે.તેમજ ટૂર્નામેન્ટની બીજા સેમિફાઈનલમાં પોઈન્ટ ટેબલમાં બીજા અને ત્રીજા નંબર પર રહેનારી ટીમ વચ્ચે મુકાબલો થશે. મહિલા વનડે વર્લ્ડકપ 2025ની બીજી સેમિફાઈનલ નવી મુંબઈના ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં રમાશે. (All photo : PTI)