Women’s World Cup 2025 : સેમિફાઈનલમાં કોની સાથે ટકરાશે ટીમ ઈન્ડિયા? જાણો આખું શેડ્યુલ
India Women Semi-Final Fixture : ન્યુઝીલેન્ડને હરાવી ભારતીય મહિલા ટીમ વનડે વર્લ્ડકપ 2025ની સેમિફાઈનલમાં પહોંચી છે. હવે તેની ટકકર કઈ ટીમ સાથે થશે. તેના વિશે વિસ્તારથી જાણો.

India Semi-Final Fixture in Women’s World Cup : ટીમ ઈન્ડિયા મહિલા વનડે વર્લ્ડકપ 2025ની સેમિફાઈનલમાં પહોંચનારી ચોથી અને છેલ્લી ટીમ બની ગઈ છે. 23 ઓક્ટોબરના રોજ નવી મુંબઈમાં રમાયેલી ન્યુઝીલેન્ડની ટીમ સામે ન્યુઝીલેન્ડની ટીમને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 53 રનથી હરાવી ક્વોલિફાય કર્યું છે.

મહત્વની વાત તો એ છે કે, 3 ટીમ એવી છે. જેની સામે ગ્રુપ સ્ટેજમાં ટીમ ઈન્ડિયા સતત પોતાની 3 મેચ હારી છે. પરંતુ સેમિફાઈનલમાં કઈ ટીમ સાથે ટકરાશે. તે જોવું રસપ્રદ રહેશે.

જો આપણે પોઈન્ટ ટેબલ જોઈએ તો 6-6 મેચ રમ્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ 11 પોઈન્ટની સાથે ટોપ પર છે. તેમજ સાઉથ આફ્રિકા 6 મેચમાં 10 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ઈંગ્લેન્ડની ટીમ ત્રીજા સ્થાને છે.તેના 6 મેચમાં 9 પોઈન્ટ છે. તો ભારતીય ટીમ 6 મેચમાં 6 પોઈન્ટ સાથે ટોપ ફોરમાં એટલે કે, સેમિફાઈનલમાં સ્થાન મેળવનારી છેલ્લી ટીમ બની છે.

સેમિફાઈનલમાં સ્થાન બનાવ્યા બાદ આ તમામ ટીમને ગ્રુપ સ્ટેજમાં 1-1 મેચ રમવાની છે. છેલ્લી ગ્રુપ મેચમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ટીમ એકબીજા સાથે ટકરાશે. તો ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ટીમ ટકરાશે. જ્યારે ભારતીય ટીમનો મુકાબલો બાંગ્લાદેશની ટીમ સાથે થશે.

જો ટીમ ઈન્ડિયા પોતાની મેચ જીતી લે છે. તો પણ, તેમની સ્થિતિમાં કોઈ ફેરફાર થશે નહીં. બાંગ્લાદેશ સામે જીત મેળવ્યા પછી પણ, તેમના 8 પોઈન્ટ રહેશે અને તેઓ ચોથા ક્રમે રહેશે. જોકે, ટોચના ત્રણ સ્થાનોમાં ફેરફાર થઈ શકે છે.

સેમિફાઇનલ શેડ્યૂલ, ટીમ ઇન્ડિયા કોનો સામનો કરશે?હવે સવાલ એ છે કે, મહિલા વનડે વર્લ્ડ કપ 2025ની સેમિફાઈનલમાં કઈ ટીમની કોની સાથે ટકકર થશે. મહિલા વનડે વર્લ્ડકપ 2025ની પહેલી સેમિફાઈનલ 29 ઓક્ટોબરના રોજ ગુવાહાટીમાં રમાશે. જેમાં ટીમ ઈન્ડિયાનું રમવું નક્કી છે.

ટૂર્નામેન્ટની પહેલી સેમિફાઈનલમાં ચોથા નંબરની ટીમ ભારતનો મુકાબલો ટેબલ ટોપની ટીમ સાથે થશે. હવે તે ઓસ્ટ્રેલિયાની ટીમ હશે કે પછી સાઉથ આફ્રિકાની ટીમ આ વાત 25 ઓક્ટોબરના રોજ ખબર પડશે.તેમજ ટૂર્નામેન્ટની બીજા સેમિફાઈનલમાં પોઈન્ટ ટેબલમાં બીજા અને ત્રીજા નંબર પર રહેનારી ટીમ વચ્ચે મુકાબલો થશે. મહિલા વનડે વર્લ્ડકપ 2025ની બીજી સેમિફાઈનલ નવી મુંબઈના ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં રમાશે. (All photo : PTI)
ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ, જેને વુમન ઈન બ્લુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. અહી ક્લિક કરો
