
ડીવાઈ પાટિલ સ્ટેડિયમની પીચ પર ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર અને સાઉથ આફ્રિકી કેપ્ટન લૌરા ટોસ 2 : 30 કલાકે કરશે. ત્યારબાદ 3 કલાકે મેચ શરુ થશે.

ભારત હવે ઈતિહાસ રચવાથી માત્ર એક પગલું દુર છે. આ વખતે ક્રિકેટને એક નવી વર્લ્ડ ચેમ્પિયન ટીમ મળશે. તમે મોબાઈલ પર જિયો હોટસ્ટર એપ પર લાઈવ જોઈ શકો છો

જેમિમા રોડ્રિગ્સે ભારતના ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક રન ચેઝમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેમાં તેણે 134 બોલમાં અણનમ 127 રન બનાવ્યા હતા.

વર્લ્ડકપ જીતનારી ટીમને આ વખતે મહિલા ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટી રકમ આપવામાં આવશે. વર્લ્ડકપની ફાઈનલની પ્રાઈઝ મની અંદાજે 40 કરોડ રુપિયા મળશે. રવિવાર 2 નવેમ્બરના રોજ નવી મુંબઈના ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં રમાનારી ફાઈનલમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ખિતાબી મેચમાં ટકકર થશે. (ALL PHOTO : PTI)