પાકિસ્તાનના પ્રથમ બિન-મુસ્લિમ ખેલાડી, જેમણે 16 સદી ફટકારી, 100થી વધુ કેચ પકડ્યા
પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં કેટલાક ક્રિકેટરો એવા રહ્યા છે જે બિન-મુસ્લિમ હોવા છતાં, આ ટીમનો ભાગ બન્યા છે. પાકિસ્તાન માટે ક્રિકેટ રમનાર પ્રથમ બિન-મુસ્લિમ ખેલાડી ખ્રિસ્તી ધર્મનો હતો. આ ખેલાડીએ પાકિસ્તાન માટે કુલ 21 ટેસ્ટ મેચ રમી હતી.

પાકિસ્તાને પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ 1952માં રમી હતી. ક્રિકેટની દુનિયાને અત્યાર સુધીમાં પાકિસ્તાનના ઘણા સ્ટાર ખેલાડીઓ મળ્યા છે, જેમાં ઈમરાન ખાન, વકાર યુનિસ, વસીમ અકરમ અને શોએબ અખ્તર જેવા દિગ્ગજોના નામનો સમાવેશ થાય છે. તાજેતરના સમયમાં, પાકિસ્તાન ટીમના બધા ક્રિકેટરો મુસ્લિમ છે. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં કેટલાક ક્રિકેટરો એવા પણ છે જે બિન-મુસ્લિમ હોવા છતાં આ ટીમનો ભાગ બન્યા છે.

જ્યારે પણ પાકિસ્તાનના બિન-મુસ્લિમ ક્રિકેટરોની વાત આવે છે, ત્યારે દાનિશ કનેરિયાનું નામ દરેકના મનમાં આવે છે, જે એક હિન્દુ છે. પરંતુ પાકિસ્તાન માટે ક્રિકેટ રમનાર પ્રથમ બિન-મુસ્લિમ ખેલાડી હિન્દુ નહીં પરંતુ ખ્રિસ્તી ધર્મ હતા.

પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે રમનાર પ્રથમ બિન-મુસ્લિમ ખેલાડી વોલિસ મેથિયાસ હતા. તેમણે નવેમ્બર 1955માં 20 વર્ષની ઉંમરે પાકિસ્તાન માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેઓ પાકિસ્તાન માટે ટેસ્ટ ક્રિકેટ રમનાર પ્રથમ ખ્રિસ્તી ક્રિકેટર પણ હતા. તેઓ 1955 થી 1962 દરમિયાન પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા. આ ઉપરાંત, તેમણે પોતાની કારકિર્દીમાં 100થી વધુ ફર્સ્ટ ક્લાસ મેચ પણ રમી હતી. વોલિસ મેથિયાસનો જન્મ 4 ફેબ્રુઆરીએ કરાચીમાં થયો હતો.

ફિલ્ડિંગમાં વોલિસ મેથિયાસનો કોઈ જવાબ ન હતો. તેમને સ્લિપના (સેફ હેન્ડ) બેસ્ટ ફિલ્ડર માનવામાં આવતા હતા, જે તે સમયના પાકિસ્તાનના મજબૂત ઝડપી બોલરો સામે સ્લીપમાં ફિલ્ડિંગ ખૂબ જ જરૂરી હતી. વોલિસ મેથિયાસ મધ્યમ ક્રમના બેટ્સમેન હતા. પરંતુ બેટ્સમેન તરીકે તેમનું પ્રદર્શન ખાસ નહોતું રહ્યું. તેમણે પાકિસ્તાન માટે 21 ટેસ્ટ રમી, જેમાં માત્ર 23.72ની એવરેજથી 783 રન બનાવ્યા, જેમાં 3 અડધી સદીનો સમાવેશ થાય છે. 21 ટેસ્ટમાં તેમણે કુલ 22 કેચ પકડ્યા હતા.

વોલિસ મેથિયાસે 146 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 44.49ની એવરેજથી 7520 રન બનાવ્યા, જેમાં 16 સદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેમણે 130 કેચ પકડ્યા હતા. તેઓ એક લોકપ્રિય કેપ્ટન હતા અને ઘરેલુ ક્રિકેટમાં ખૂબ જ આદરણીય વ્યક્તિ હતા. તેઓ 1969-70માં નેશનલ બેંક ટીમના પ્રથમ કેપ્ટન પણ બન્યા અને પછી કોચ, પસંદગીકાર અને મેનેજરની ભૂમિકા ભજવી. તેમનું મૃત્યુ 01 સપ્ટેમ્બર 1994ના રોજ કરાચીમાં થયું હતું. બ્રેઈન હેમરેજને કારણે તેમણે 59 વર્ષની ઉંમરે તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું હતું. (All Photo Credit : X / Getty)
પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક

































































