Gujarati News » Photo gallery » Cricket photos » Virat Rohit and Dhoni will dance together, wife will also be involved in the party, Team India star will marriage
વિરાટ-રોહિત અને ધોની એકસાથે કરશે ડાન્સ, પત્ની પણ થશે પાર્ટીમાં સામેલ, ટીમ ઈન્ડિયાના સ્ટાર લેશે 7 ફેરા
દીપકના લગ્નમાં (Deepak Chahar) તેનો CSK કેપ્ટન ધોની અને તેની પત્ની સાક્ષી, વિરાટ કોહલી-અનુષ્કા શર્મા અને રોહિત શર્મા અને રિતિકા હાજરી આપશે. દીપકના પરિવારે આ વાતની પુષ્ટિ કરી છે.
ભારતીય ટીમના સ્ટાર બોલર દીપક ચહર છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટના મેદાનથી દૂર છે. આવી સ્થિતિમાં તેણે પોતાના જીવનની નવી ઇનિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સમાચાર મુજબ ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્ટાર તેની મંગેતર જયા સાથે 1 જૂને લગ્ન કરવા જઈ રહ્યો છે.
1 / 5
લગ્નને લઈને જે સમાચાર સામે આવ્યા છે તે મુજબ મહેંદી 31 મેના રોજ સાંજે 6 વાગ્યે ફાઈવ સ્ટાર હોટલમાં રાખવામાં આવશે. તે જ દિવસે રાત્રે નવ વાગ્યે સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવશે. લગ્ન 1 જૂનની રાત્રે થશે. દીપકના લગ્નમાં તેનો CSK કેપ્ટન ધોની અને તેની પત્ની સાક્ષી, વિરાટ કોહલી-અનુષ્કા શર્મા અને રોહિત શર્મા અને રિતિકા હાજરી આપશે. દીપકના પરિવારે આ વાતની પુષ્ટિ કરી છે.
2 / 5
ગયા વર્ષે IPL દરમિયાન દીપક ચહરે તેની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને સ્ટેડિયમમાં બેસીને બધાની સામે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું, ત્યાર બાદ આખી ટીમે આ સગાઈની ઉજવણી કરી હતી. દીપકના આ પ્રપોઝના ફોટા અને વીડિયો ખૂબ વાયરલ થયા હતા.
3 / 5
જયા ભારદ્વાજ એક્ટર સિદ્ધાર્થની બહેન છે. સિદ્ધાર્થ બિગ બોસ સ્પ્લિટ્સ વિલા જેવા શોમાં જોવા મળ્યો છે. MBA કર્યા બાદ જયા દિલ્હીમાં એક ટેલિકોમ કંપનીમાં કામ કરે છે. બંનેની મુલાકાત દીપકની બહેન દ્વારા થઈ હતી, જે પોતે એક મોડેલ છે.