વિરાટ કોહલી (Virat Kohli) એ છેલ્લા એક દાયકામાં ભારતમાં એક ખેલાડી તરીકે પોતાને સૌથી મોટી બ્રાન્ડ બનાવી છે. હોપર હેડક્વાર્ટરએ યાદી જાહેર કરી છે જેમાં તેણે ઇન્સ્ટાગ્રામ પરના સૌથી ધનિક લોકોના નામ સામેલ કર્યા છે અને વિરાટ કોહલી પણ તેમાંથી એક છે.
1 / 5
આ યાદીમાં વિરાટ કોહલી 19માં સ્થાને છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 179 મિલિયન ફોલોઅર્સ છે. તે વિશ્વમાં સૌથી વધુ ફોલો કરવામાં આવેલ ક્રિકેટર છે અને આ જ કારણ છે કે તે તેની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી કરોડો રૂપિયા કમાય છે. આ બાબતમાં તેઓ એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે
2 / 5
હોપર માર્કેટની યાદી અનુસાર, કોહલીને તેની એક પોસ્ટ માટે લગભગ પાંચ કરોડ રૂપિયા મળે છે. આ યાદીમાં ટોપ 30માં વિરાટ કોહલી ઉપરાંત બીજી ભારતીય પ્રિયંકા ચોપરા છે. આ યાદીમાં પ્રિયંકાને 27મું સ્થાન મળ્યું છે.
3 / 5
કોહલી સિવાય આ યાદીમાં સ્થાન બનાવનાર બીજા ક્રિકેટર એબી ડી વિલિયર્સ છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટનને 76મું સ્થાન મળ્યું છે. તે જ સમયે, આ યાદીમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પ્રથમ સ્થાને છે, જેને એક પોસ્ટ માટે 11 કરોડ મળ્યા છે.
4 / 5
વિરાટ કોહલીની એક પોસ્ટની ઇન્સ્ટાગ્રામથી જેટલી આવક થઇ રહી છે એના પાંચમાં ભાગની રકમ બીસીસીઆઇ હનુમા વિહારી, મોહમ્મદ સિરાજ, શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓને વાર્ષિક કોન્ટ્રાક્ટની સેલરી ચુકવે છે!