
બીજો સૌથી સફળ બેટ્સમેન બનશે વિરાટ: વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તમામ ફોર્મેટમાં મળી સૌથી વધુ રન બનાવવા મામલે હાલ બીજા ક્રમે છે, જો વિરાટ વર્ષ 2024માં વધુ 1400 રન બનાવશે તો આ લિસ્ટમાં બીજા ક્રમે પહોંચી જશે. કોહલીના તમામ ફોર્મેટમાં મળી કુલ 26646 રન છે અને તે હાલ ત્રીજા ક્રમે છે. કુમાર સંગાકારા 28016 રન સાથે આ લિસ્ટમાં બીજા ક્રમે છે.

રવિચંદ્રન ટેસ્ટમાં 500 વિકેટ પૂર્ણ કરશે: ભારતના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન પાસે આ વર્ષે ખાસ ક્લબમાં સામેલ થવાની તક છે. તે ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ લેનાર બીજો બોલર બની જશે, તે આ માઈલસ્ટોનથી માત્ર 10 વિકેટ દૂર છે. અશ્વિન પહેલા 500 કે તેથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર અનિલ કુંબલે બાદ બીજો ભારતીય બોલર બની જશે.