
હવે સવાલ એ થાય છે કે, વિરાટ કોહલીએ આવું કેમ કરવાની જરુર પડી છે. તો આની પાછળનું કારણ એ છે કે, તેમની પત્ની અનુષ્કા શર્મા અને બાળકો સાથે મોટાભાગે લંડનમાં રહે છે. મોટાભાગનો સમય ભારતથી બહાર રહેવાના કારણે વિરાટ કોહલીએ પોતાના ભાઈ વિકાસ કોહલીને જનરલ પાવર ઓફ અટોર્ની આપી છે.

હવે સવાલ એ છે કે, વિરાટ કોહલીએ ગુરુગ્રામની પ્રોપર્ટી તેના મોટાભાઈના નામ કરી છે.જેની કુલ સંપત્તિ કેટલી છે. વિરાટ કોહલી ગુરુગ્રામના DLF સિટી ફેઝ-1 માં એક આલીશાન હવેલી છે, જે તેણે 2021માં ખરીદી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવેલીની કિંમત ₹80 કરોડથી વધુ છે.

હવેલી ઉપરાંત, વિરાટ ગુરુગ્રામમાં એક લક્ઝરી ફ્લેટ પણ ધરાવે છે. વિકાસ કોહલી હવેલી અને ફ્લેટ બંનેનું સંચાલન કરશે. વધુમાં, વિરાટ કોહલીની બધી મિલકતોની સંયુક્ત કિંમત ₹100 કરોડથી વધુ હોવાનું કહેવાય છે.