
તિલક વર્માએ પોતાની જિંદગીમાં એ દુખદ ક્ષણને યાદ કરીને પોતાની સદી તરફ આગળ વધી રહ્યો હતો. તે દરમિયાન અચાનક તેની આંખોમાં ખેચાણ આવવા લાગી હતી. તેની આંગળીઓ કામ કરવાનું બંધ કર્યું હતુ. તેનું શરીર પથ્થર બન્યું હતુ કારણ કે, અલગ જ માહોલ હતો.

તિલક વર્માએ જણાવ્યું કે, ખરાબ તબિયતના કારણે તેને રિટાયર હર્ટ થવું પડ્યું હતુ. તેમણે જણાવ્યું કે, તેને યાદ છે કે, તેના હાથમાંથી ગ્લવ્સ તોડી કાઢવામાં આવ્યા હતા. કારણ કે, હાથની આંગળીઓ કામ કરી રહી ન હતી.

તિલક વર્માએ આ જાનલેવા બીમારીથી બચવા પાછળ આકાશ અંબાણી અને જય શાહના પ્રયત્નોના વખાણ કર્યા હતા. તેમણે આ માટે તેનો આભાર પણ માન્યો હતો. તેમણે કહ્યું કે, ખરાબ સ્વાસ્થને લઈ આકાશ અંબાણીએ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહનો સંપર્ક કર્યો હતો.

તેમણે મારી તબિયત પુછી ત્યારબાદ બંન્નેના પ્રયાસોને કારણે, મને સારવાર માટે ઝડપથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તિલક વર્માએ કહ્યું કે, મારી હાલત એટલી ગંભીર હતી કે ડૉક્ટરે ચેતવણી આપી હતી કે જો તેમાં વધુ વિલંબ થયો હોત તો હું મરી શક્યો હોત.
Published On - 10:39 am, Fri, 24 October 25