IPL 2026 ઓક્શન પહેલા રિલીઝ થઈ શકે છે આ ખેલાડીઓ
IPL 2026 Released players list : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026માં હજુ 6 મહિનાથી વધારાનો સમય વધ્યો છે પરંતુ આને લઈ તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. આઈપીએલ 2026 ઓક્શનની દરેક ટીમે તૈયારીઓ શરુ કરી દીધી છે અને ટુંક સમયમાં રિલીઝ થનારા ખેલાડીઓનું લિસ્ટ પણ સામે આવશે. આ પહેલા અનેક મોટા ખેલાડીઓ વિશે ચર્ચાઓ શરુ થઈ ચૂકી છે. જેઓ ગત્ત વખત અન શોલ્ડ રહ્યા હતા. તેમજ જેઓ રિલીઝ થયા હતા.

ઓક્શન પહેલા દરેક ટીમ પોતાનાએ ખેલાડીઓને રિલીઝ કરી દેશે. જે તેના માટે ઉપયોગી સાબિત થતા નથી. કે પછી કેટલીક વખત ખેલાડીઓ ખુદ બહાર થવાની પરવાનગી માંગે છે.

રિલીઝ થનારા ખેલાડીઓના લિસ્ટમાં સૌથી મોટું નામ સંજુ સેમસનનું સામે આવી રહ્યું છે. રિપોર્ટ મુજબ તેનું રાજસ્થાન રોયલ્સના મેનેજમેન્ટ સાથે બધુ બરાબર નથી અને તેને રિલીઝ કરવામાં આવી શકે છે.

વેંકટેશ અય્યરને કેકેઆરે 23 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો.પરંતુ તેનું છેલ્લા કેટલાક સમયથી સારું પ્રદર્શન જોવા મળ્યું નથી. જેના કારણે કેકેઆર હવે તેને રિલીઝ કરી શકે છે. તે વેંકટેશ અય્યરને ફરી ઓછી કિંમતમાં ખરીદી શકે છે.

અજિક્ય રહાણે કેકેઆરનો કેપ્ટન હતો અને ટામનું પ્રદર્શન ખરાબ રહ્યું હતુ. ટીમ તેને કેપ્ટનપદ પરથી દુર કરવાની સાથે રિલીઝ પણ કરી શકે છે.

સૈમકરનને સીએસકે મોટી આશાઓ સાથે ટીમમાં લીધો હતો પરંતુ તે ઈમ્પ્રેસ કરી શક્યો નહી. સીએસકે તેમને તક પણ ઓછી આપી હતી. ટીમે તેને રિલીઝ કર્યો હતો.

રાજસ્થાન રોયલ્સનો દિગ્ગજ ખેલાડી વાનિંદુ હસરંગા ગત્ત સીઝનમાં પોતાની લયમાં જોવા મળ્યો ન હતો આ કારણે તેને પણ રિલીઝ કરવામાં આવી શકે છે.
IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો
