આ છે દુનિયાની 5 સૌથી પૈસાદાર મહિલા ક્રિકેટરો, લિસ્ટમાં 3 ભારતીયોનો પણ સમાવેશ, જાણો તેમની કુલ સંપત્તિ?
આઈસીસી વનડે વર્લ્ડકપ 2025નો ખિતાબ જીત્યા બાદ ભારતીય મહિલા ક્રિકટ ટીમની ઐતિહાસિક જીત સાથે-સાથે ખેલાડીઓની નેટવર્થની પણ ખુબ ચર્ચા થઈ રહી છે. ત્યારે દુનિયાની ટોપ-5 સૌથી પૈસાદાર ક્રિકેટરોના લિસ્ટમાં 3 ભારતીય ક્રિકેટરનું પણ નામ છે. તો ચાલો લિસ્ટ જોઈએ.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મહિલા વનડે વર્લ્ડકપ 2025નો ખિતાબ જીતી આઈસીસી ટ્રોફીનો દુષ્કાર દૂર કર્યો હતો. ભારતની આ ઐતિહાસિક જીતની હવે ચારે બાજુએ ચર્ચા થઈ રહી છે. વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ખેલાડીઓની કમાણીને લઈને પણ ચર્ચા થઈ રહી છે. વર્લ્ડકપ જીત્યા બાદ ભારતીય ટીમ પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. આ સાથે આઈસીસી અને બીસીસીઆઈએ પણ મોટી ગિફટ આપી છે.

પરંતુ શું તમે દુનિયાની 5 સૌથી પૈસાદાર મહિલા ક્રિકેટરો વિશે જાણો છે. તો આ વિશે વિસ્તારથી વાત કરીએ, ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરની નેટવર્થ અંદાજે 24.36 કરોડ રુપિયા છે. આ સાથે તે પાંચમા સ્થાને છે.

ભારતીય સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના ચોથા નંબર પર છે. જેની નેટવર્થ 33.6 કરોડ રુપિયા છે. સ્મૃતિ મંધાના સ્ટાઈલિશ લુક મામલે બોલિવુડ સ્ટારને પણ ટકકર મારે છે.

ત્રીજા નંબર પર ક્રિકેટની દુનિયામાંથી સંન્યાસ લઈ ચૂકેલી પૂર્વ ભારતીય ક્રિકેટર મિતાલી રાજ છે. જેની કુલ નેટવર્થ અંદાજે 40 થી 45 કરોડ રુપિયા છે.

બીજા નંબર પર ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગ છે. જેની નેટવર્થ અંદાજે 71.4 કરોડ રુપિયા છે.

દુનિયાની સૌથી પૈસાદાર મહિલા ક્રિકેટર તરીકે ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એલિસ પેરિનું નામ આવે છે. એલિસ દુનિયાની સૌથી વધારે પૈસાદાર મહિલા ક્રિકેટર છે. જેની નેટવર્થ અંદાજે 113.4 કરોડ રુપિયા છે.
ભાંગડા કરી વર્લ્ડકપની ટ્રોફી લેવા પહોંચી હરમનપ્રીત કૌર ,જુઓ પરિવારમાં કોણ કોણ છે? અહી ક્લિક કરો
