
સીરિયસ ઈંજરી રિપ્લેસમેન્ટ નિયમથી ખાતરી થશે કે, ઈજાના કારણે ટીમની રણનીતિ પ્રભાવિત ન થાય અને રમતનું સ્તર જળવાઈ રહે. અમદાવાદમાં ચાલી રહેલા અમ્પાયર્સ સેમિનારમાં, અમ્પાયર્સને લેટેસ્ટ રમતની સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી છે.

BCCI એ કહ્યું કે વ્હાઈટબોલ ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી અથવા વિજય હજારે ટુર્નામેન્ટમાં આવી કોઈ રિપ્લેસમેન્ટની મંજૂરી આપવામાં આવશે નહીં. IPLની આગામી સીઝનમાં આ નિયમને મંજૂરી આપવામાં આવશે કે નહીં તે હજુ નક્કી નથી, પરંતુ આ નિયમ CK નાયડુ ટ્રોફી માટે મલ્ટી-ડે અંડર 19 ટુર્નામેન્ટમાં લાગુ થશે.

આઈસીસીના નિયમ મુજબ રિપ્લેસમેન્ટ ત્યારે નકકી થાય છે. જ્યારે કોઈ ખેલાડીને કન્કશન થાય. હવેકનક્શનમાં નિયમ એ છે કે, જો કોઈ ખેલાડી આ કારણોસર બહાર થાય, તો તે 7 દિવસ સુધી કોઈ મેચ રમી શકશે નહીં.ક્રિકેટના નિયમ મુજબ કન્કશન સબ્સટીટ્યુટ ત્યારે લાગું થાય છે. જ્યારે કોઈ ખેલાડીને માથા પર ઈજા થાય છે અને રમવા માટે અસમર્થ હોય છે.