
નવાઈની વાત એ છે કે આજે જ્યારે આખી દુનિયામાં T20 લીગ યોજાઈ રહી છે અને T20 આંતરરાષ્ટ્રીય મેચો પણ સતત રમાઈ રહી છે, પરંતુ એશિયા કપમાં 200 થી વધુ રન ફક્ત એક જ વાર બન્યો છે. આ મામલે સૌથી બીજો મોટો સ્કોર 193 રનનો છે. જે પાકિસ્તાનના નામે છે.

એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. જે 28 સપ્ટેમ્બર સુધી ચાલશે.આ વખતે એશિયા કપ દુબઈ અને અબુ ધાબુમાં રમાશે. આશા છે કે, આ વખતે કેટલાક નવા કીર્તિમાન બનતા જોવા મળશે.

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ સ્ટેન્ડબાય ખેલાડીઓ. પ્રસિદ્ધ કૃષ્ણા, વોશિગ્ટન સુંદર, રિયાન પરાગ, યશસ્વી જ્યસ્વાલ અને ધ્રુવ જુરેસ સામેલ છે.