T20 એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો આ મહાન રેકોર્ડ છે, શું આ વખતે કોઈ તોડી શકશે?
અત્યારસુધી 2 વખત જ ટી20 ફોર્મેટમાં એશિયા કપ રમાયો છે. જેમાંથી સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ ભારતીય ક્રિકેટ ટીમના નામ પર છે. જે અત્યારસુધી તુટ્યો નથી.

એશિયા કપમાં આ વખતે કુલ 8 ટીમ ભાગ લઈ રહી છે.આ વર્ષે એશિયા કપ ટી20 ફોર્મેટમાં રમાઈ રહ્યો છે.તેમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ખાસ વાત એ છે કે T20 ફોર્મેટમાં રમાતા એશિયા કપમાં ફક્ત એક જ વાર કોઈ ટીમ 200 થી વધુનો સ્કોર કરી શકી છે. આ એક રેકોર્ડ છે, હવે જોવાનું એ છે કે આ વખતે આ રેકોર્ડ તૂટશે કે નહીં.

ટી20 એશિયા કપના ઈતિહાસમાં અત્યારસુધી માત્ર એક જ વખત એવું થયું છે કે, જ્યારે ટીમે 200નો આંકડો પાર કર્યો છે.

આવું વર્ષ 2022માં થયું છે. ત્યારે ટીમ ઈન્ડિયાએ દુબઈમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ માત્ર 2 વિકેટના નુકસાન પર 212 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જેમાં વિરાટ કોહલીની સદી પણ સામેલ છે.આ પહેલા ક્યારેય આવું થયું નથી.

નવાઈની વાત એ છે કે આજે જ્યારે આખી દુનિયામાં T20 લીગ યોજાઈ રહી છે અને T20 આંતરરાષ્ટ્રીય મેચો પણ સતત રમાઈ રહી છે, પરંતુ એશિયા કપમાં 200 થી વધુ રન ફક્ત એક જ વાર બન્યો છે. આ મામલે સૌથી બીજો મોટો સ્કોર 193 રનનો છે. જે પાકિસ્તાનના નામે છે.

એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. જે 28 સપ્ટેમ્બર સુધી ચાલશે.આ વખતે એશિયા કપ દુબઈ અને અબુ ધાબુમાં રમાશે. આશા છે કે, આ વખતે કેટલાક નવા કીર્તિમાન બનતા જોવા મળશે.

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ સ્ટેન્ડબાય ખેલાડીઓ. પ્રસિદ્ધ કૃષ્ણા, વોશિગ્ટન સુંદર, રિયાન પરાગ, યશસ્વી જ્યસ્વાલ અને ધ્રુવ જુરેસ સામેલ છે.
ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો
