T20 World Cup માં ભારતની બીજી વાર મુશ્કેલ સ્થિતી થઈ, આ ત્રણ ટીમોની હાલત આવી જ થઈ હતી

ટી-20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચતા ભારતને ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ બીજી વખત છે જ્યારે ભારત T20 વર્લ્ડ કપમાં 10 વિકેટે હાર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2022 | 8:43 AM
T20 વર્લ્ડ 2022માં ભારતને સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડે 10 વિકેટે પરાજય આપ્યો હતો. ભારતે ઈંગ્લેન્ડ સામે 169 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેને એલેક્સ હેલ્સ અને જોસ બટલરની જોડીએ 16 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. પરંતુ ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પહેલીવાર નથી જ્યારે કોઈ ટીમ 10 વિકેટથી હારી ગઈ હોય. આવી જ કેટલીક જૂની મેચો પર એક નજર કરીએ.

1 / 5
T20 વર્લ્ડ કપ 2007માં શરૂ થયો હતો, તે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું હતું. શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને માત્ર 102 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેનો ઓસ્ટ્રેલિયાએ સરળતાથી પીછો કર્યો હતો. ભારતે વર્લ્ડ કપ 2007નો ખિતાબ જીત્યો હતો.

2 / 5
T20 વર્લ્ડ કપ 2012માં દક્ષિણ આફ્રિકાએ ઝિમ્બાબ્વેને 10 વિકેટથી હરાવ્યું હતું. ઝિમ્બાબ્વેએ દક્ષિણ આફ્રિકા સામે માત્ર 94 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. તેને દક્ષિણ આફ્રિકાએ સરળતાથી હાંસલ કરી લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે 2012માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

3 / 5
T20 વર્લ્ડ કપ 2021માં ઓમાને PNG ને 10 વિકેટથી હરાવ્યું હતું. ઓમાનને જીતવા માટે 130 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે સરળતાથી મેળવી લીધો હતો. જોકે બંને ટીમો પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી.

4 / 5
T20 વર્લ્ડ 2021માં ભારતને પહેલીવાર પાકિસ્તાન સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે પાકિસ્તાનને 152 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની જોડીએ આ સિદ્ધિ મેળવી હતી. વર્લ્ડ કપમાં પાકિસ્તાને પ્રથમ વખત ભારતને હરાવ્યું હતું.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">