
આવતા વર્ષે ટી20 વર્લ્ડ કપ માટે કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજીત અગરકર તેમણે આ મહત્વની ભુમિકામાં જોઈ રહ્યા છે. ગિલને વાઈસકેપ્ટન બનાવવાથી એ સ્પષ્ટ છે કે, ટીમ મેનેજમેન્ટ તેને 3 ફોર્મેટમાં બનાવી રાખવા માટે તૈયાર છે.

25 વર્ષના ગિલે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી ટી20 મેચ ઓગસ્ટ 2024માં શ્રીલંકા પ્રવાસ પર રમ્યો હતો. ત્યારબાદથી તે માત્ર ટેસ્ટ અને વનડે ક્રિકેટ રમતો હતો પરંતુ ચેમ્પિયન ટ્રોફી, ટેસ્ટ ક્રિકેટ અને આઈપીએલમાં તેનું પ્રદર્શન સારા ફોર્મમાં જોવા મળ્યું તેમને ટી20 ટીમમાં બોલાવવામાં આવી શકે છે.

ગિલે ટીમ ઈન્ડિયા માટે 21 ટી20 મેચ રમી છે. જેમાં 30ની સરેરાશથી 578 રન બનાવ્યા છે. ગિલ એ પસંદગીના ભારતીય બેટ્સમેનોમાંના એક છે જેમણે ત્રણેય ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે.ટી20માં ગિલના નામે 1 સદી અને 3 અડધી સદી છે.

તમને જણાવી દઈએ કે, ગીલ પહેલા જ વનડેમાં ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન છે. અને આવનાર દિવસોમાં તે આ ફોર્મેટમાં પણ ટીમ ઈન્ડિયાની કમાન મળી શકે છે. જે હાલમાં રોહિત શર્માના હાથમાં છે.