સેમસન રમશે ચોથી T20, કોણ જશે બહાર? ભારત કઈ પ્લેઈંગ ઈલેવન સાથે ઉતરશે?

વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 સિરીઝની (India Vs West Indies) ચોથી મેચ ફ્લોરિડાના લોડરહિલમાં શનિવારે રમાશે. ભારત સિરીઝમાં 2-1થી આગળ છે. જાણો શું હશે પ્લેઈંગ ઈલેવન?

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 6:17 PM
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટી20 સિરીઝની ચોથી મેચ શનિવારે રમાશે. આ મેચ અમેરિકાના લોડરહિલમાં થવાની છે અને આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન શું હશે તે એક મોટો સવાલ છે. કેપ્ટન રોહિત શર્મા ત્રીજી ટી20માં ઈજાગ્રસ્ત થયો હતો, તેથી તેના રમવા પર પણ સસ્પેન્સ યથાવત છે. (PTI)

1 / 5
મીડિયા રિપોર્ટ્સ મુજબ રોહિત શર્મા ફિટ થઈ ગયો છે. હવે તેની પીઠમાં કોઈ દુખાવો નથી. પરંતુ અહીં સમાચાર એ છે કે ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ રોહિત શર્માને લઈને રિસ્ક લેવા ઈચ્છતા નથી. જો રોહિત શર્મા ફિટ થશે તો જ તે ચોથી ટી20માં રમશે. (PTI)

2 / 5
એવા પણ અહેવાલ છે કે શ્રેયસ અય્યરને પડતો મૂકવામાં આવી શકે છે. આ ખેલાડી ત્રણેય મેચમાં ફ્લોપ રહ્યો હતો અને હવે શક્ય છે કે તેની જગ્યાએ સંજુ સેમસનને તક આપવામાં આવે. સંજુ સેમસનને છેલ્લા સમયે ટી20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. (AFP)

3 / 5
સાથે જ ભારતીય ફાસ્ટ બોલર હર્ષલ પટેલ પણ ફિટ થઈ ગયો છે અને તેને ચોથી ટી20માં રમવાની તક મળી શકે છે. ભુવનેશ્વર કુમારને આરામ આપવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે હર્ષલ પાંસળીમાં ઈજાના કારણે બહાર બેઠો હતો. તેમજ કુલદીપ યાદવને પણ તક મળી શકે છે. (BCCI)

4 / 5
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, દીપક હુડા, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, આર અશ્વિન, અર્શદીપ, હર્ષલ પટેલ અને કુલદીપ યાદવ. (PTI)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">