Sachin Tendulkar: કોહલીને પાછળ છોડીને નિવૃત્તિના 8 વર્ષ પછી પણ સચિન તેંડુલકર સૌથી લોકપ્રિય ક્રિકેટર

સચિન તેંડુલકરે(Sachin Tendulkar) વર્ષ 2013માં નિવૃત્તિ લીધી હતી, જો કે તે હજુ પણ ચાહકોમાં એટલા જ લોકપ્રિય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 4:33 PM

YouGov નામની વેબસાઈટે વર્ષ 2021 માટે 'સૌથી વધુ પ્રશંસનીય'ની યાદી બહાર પાડી છે. આ સર્વેમાં દુનિયાભરના ટોપ 20 લોકો વિશે જણાવવામાં આવ્યું છે. યાદીમાં રમત જગતના 4 લોકોને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં સૌથી ટોચ પર નામ છે ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકરનું.

1 / 8
ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે પોતાના કરિયરમાં એવા ઘણા પરાક્રમ કર્યા છે જે કરવાનું કોઈ વિચારી પણ ન શકે. 100 સદીથી લઈને પ્રથમ બેવડી સદી સુધી અસંખ્ય રેકોર્ડ સચિનના બેટમાંથી બહાર આવ્યા. આ જ કારણ છે કે માત્ર ભારતમાં જ નહીં, દુનિયા સચિનના ફેન છે.

2 / 8
બ્રિટિશ માર્કેટ રિસર્ચ અને ડેટા એનાલિટિક્સ ફર્મ YouGov અનુસાર, વિશ્વમાં સૌથી વધુ પસંદ કરાયેલા ખેલાડી માન્ચેસ્ટર યુનાઇટેડ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે, જે આ યાદીમાં પ્રથમ સ્થાને છે. બીજા સ્થાને તેનો કટ્ટર હરીફ PSG સ્ટાર લિયોનેલ મેસ્સી છે.

3 / 8
તાજેતરમાં જ, રોનાલ્ડો 800 ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો. માન્ચેસ્ટર યુનાઈટેડના સ્ટ્રાઈકરે આર્સેનલ સામે 2 ગોલ કર્યા બાદ આ સિદ્ધિ મેળવી હતી. રોનાલ્ડોએ યુરો 2020માં પોર્ટુગલ માટે ગોલ્ડન બૂટ એવોર્ડ પણ જીત્યો હતો.

4 / 8
આ લિસ્ટમાં આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના સૌથી મોટા પ્રતિસ્પર્ધી લિયોનેલ મેસ્સી 7માં સ્થાને છે. થોડા દિવસો પહેલા આ ખેલાડીએ રેકોર્ડ સાતમી વખત ફૂટબોલ વિશ્વનો સૌથી મોટો ખિતાબ બેલોન ડી'ઓર એવોર્ડ જીત્યો હતો. આ પહેલા મેસ્સીએ 2009, 2010, 2011, 2015 અને 2019માં આ એવોર્ડ જીત્યો હતો. છેલ્લા 10 વર્ષમાં આ પ્રથમ વખત હતો જ્યારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ એવોર્ડની રેસમાં ટોપ-3માં સ્થાન મેળવી શક્યો ન હતો.

5 / 8
ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી આ યાદીમાં ચોથા સ્થાન પર છે. જોકે તે સચિન તેંડુલકરથી પાછળ છે. તેંડુલકરની નિવૃત્તિને આઠ વર્ષ થઈ ગયા છે, તેમ છતાં તે હજુ પણ દરેકની પ્રથમ પસંદગી છે.

6 / 8
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી હાલમાં સૌથી વધુ સોશિયલ મીડિયા ફોલોઅર્સ ધરાવતો ભારતીય ખેલાડી છે અને તેમ છતાં સચિનને વધુ લોકપ્રિય માનવામાં આવે છે.

7 / 8
વર્ષ 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર સચિન તેંડુલકરની આ યાદીમાં 12મું સ્થાન દર્શાવે છે કે આજે પણ તેને આખી દુનિયામાં ફોલો કરવામાં આવે છે. સચિન ભારતનો એકમાત્ર એવો ખેલાડી છે જેને ભારત રત્ન એવોર્ડ મળ્યો છે. તે જ સમયે, કોહલી આ દિવસોમાં ODI ટીમમાં કેપ્ટનશિપ વિવાદને લઈને ચર્ચામાં છે. હાલમાં જ વિરાટને કેપ્ટન પદ પરથી હટાવી દેવામાં આવ્યો છે.

8 / 8

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

g clip-path="url(#clip0_868_265)">