Ruturaj Gaikwad ફટકારી બેવડી સદી, એક જ ઓવરમાં 7 સિક્સર ફટકારીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
TV9 GUJARATI | Edited By: Nirupa Duva
Updated on: Nov 28, 2022 | 2:19 PM
ઋતુરાજ ગાયકવાડે (Ruturaj Gaikwad)વિજય હજારે ટ્રોફીમાં ધમાકો કર્યો, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યુપી સામે બેવડી સદી ફટકારી છે. શિવા સિંહ એક જ ઓવરમાં સૌથી વધુ 43 રન આપનાર બોલર બની ગયો છે.
વિજય હજારે ટ્રોફીમાં ઋતુરાજ ગાયકવાડે શાનદાર પ્રદર્શન કર્યું છે. ક્વાર્ટર ફાઈનલ મેચમાં મહારાષ્ટ્રના કેપ્ટન ઉત્તર પ્રદેશ વિરુદ્ધ બેવડી સદી ફટકારી હતી. ગાયકવાડે લિસ્ટ એ કરિયરમાં પ્રથમ વખત બેવડી સદી ફટકારી છે.
1 / 5
ઋતુરાજ ગાયકવાડે પોતાની બેવડી સદીમાં કુલ 16 સિક્સ અને 10 ચોગ્ગા ફટકાર્યા છે. મતલબ કે, જમણા હાથના આ ઓપનરે 136 રન તો સિક્સ અને ચોગ્ગાથી જ કર્યા છે.
2 / 5
ઋતુરાજે પોતાની બેવડી સદી શાનદાર રીતે ફટકારી છે. 49મી ઓવરમાં ગાયકવાડે સતત 7 સિક્સ ફટકારી છે. તેમણે એક જ ઓવરમાં 42 રન બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે, એક બોલ નો બોલ પર તેણે સિક્સ ફટકારી હતી.
3 / 5
તેમને જણાવી દઈએ કે, 49મી ઓવર શિવા સિંહે ફેંકી હતી અને પ્રથમ 4 બોલ પર ગાયકવાડે સિક્સ ફટકારી હતી. ત્યારબાદ શિવા સિંહે પાંચમો બોલ નો બોલ નાંખ્યો અને તેના પર ગાયકવાડે સિક્સ ફટકારી હતી. ત્યારબાદ પાંચમી અને 6ઠ્ઠી ઓવરમાં પણ ગાયકવાડે સિક્સનો વરસાદ કર્યો હતો. તેણે એક ઓવરમાં જ 7 સિક્સ ફટકારી હતી.
4 / 5
ક્રિકેટના ઈતિહાસમાં આવુ પ્રથમ વખત થયું જ્યારે કોઈ ખેલાડીએ એક જ ઓવરમાં 7 સિક્સ ફટકારી હોય. બીજી બાજુ શિવા સિંહ એક જ ઓવરમાં સૌથી વધુ 43 રન આપનાર બોલર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ ફાસ્ટ બોલર જેમ્સ ફુલરના નામ પર હતો. જેમણે એક જ ઓવરમાં 38 રન આપ્યા હતા. ( ALL Photo-Hotstar screenshot)