મહિલા ODI વર્લ્ડ કપ 2025ની સિક્સર ક્વીન બની 22 વર્ષીય ભારતીય ખેલાડી, જુઓ ફોટો
ભારતની યુવા વિકેટકીપર બેટ્સમેન રિચા ઘોષ સિક્સર ક્વીન બની છે.મહિલા ODI વર્લ્ડ કપ 2025માં કુલ 12 સિક્સ ફટકારી હતી.ટુર્નામેન્ટમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 94 હતું.

ભારત અને શ્રીલંકા દ્વારા આયોજિત મહિલા ODI વર્લ્ડ કપ 2025, હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ લૌરા વોલવર્ટની આગેવાની હેઠળનીસાઉથ આફ્રિકાની ટીમ સામે 52 રનથી જીત મેળવી હતી. ત્રીજી વખત વર્લ્ડ કપ ફાઇનલમાં રમીને, ભારતીય ટીમે તેના ટાઇટલ દુષ્કાળનો અંત લાવ્યો છે.

25 વર્ષ પછી, મહિલા ક્રિકેટને ODI ફોર્મેટમાં એક નવો વિશ્વ ચેમ્પિયન મળ્યો છે. વરસાદથી પ્રભાવિત ટુર્નામેન્ટમાં ચોગ્ગા અને છગ્ગાનો ભારે વરસાદ જોવા મળ્યો હતો. ચાલો જાણીએ કે વર્લ્ડ કપમાં કઈ ખેલાડીઓએ સૌથી વધુ છગ્ગા ફટકાર્યા અને કઈ ખેલાડી ટુર્નામેન્ટની સિક્સર ક્વીન બની.

ભારતની યુવા વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષ મહિલા વર્લ્ડ કપ 2025 ની સિક્સર ક્વીન બની છે. રિચાએ અનોખા અંદાજમાં બેટિંગ કરી, ટુર્નામેન્ટમાં આઠ મેચની આઠ ઇનિંગ્સમાં કુલ 12 સિક્સર ફટકારી હતી.

રિચા બે વાર અણનમ રહી, 39.16 ની સરેરાશ અને 133.52 ના સ્ટ્રાઇક રેટથી કુલ 235 રન બનાવ્યા. ટુર્નામેન્ટમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 94 હતું.

સાઉથ આફ્રિકા વિરુદ્ધ ફાઈનલમાં પણ રિચાએ 5 બાઉન્ડ્રી ફટકારી હતી. જેમાં 3 ચોગ્ગા અને 2 સિક્સનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, વર્લ્ડકપની ફાઈનલમાં રિચાએ 24 બોલમાં 34 રન બનાવ્યા હતા. ફાઈનલમાં ભારતે સાઉથ આફ્રિકાને જીતવા માટે 299 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

મહિલા વર્લ્ડ કપના એક જ એડિશનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર 5 બેટ્સમેનની જો આપણે વાત કરીએ તો.

રિચા ધોષ 12 સિક્સ, બીજા નંબરે ડિએન્ડ્રા ડૉટિન 12 સિક્સ, લિજેલ લી 12 સિક્સ, હરમનપ્રીત કૌર 12 સિક્સ,નાદિન ડી કલર્ક 10 સિક્સ
ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ, જેને વુમન ઈન બ્લુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. અહી ક્લિક કરો
