Ranji Trophy 2022: યશસ્વી જયસ્વાલે આઇપીએલની કસર પુરી કરી, મુંબઈ માટે જમાવી પ્રથમ ફર્સ્ટ ક્લાસ સદી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2022 | 11:38 PM
મુંબઈના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે (Yashasvi Jaiswal) આઈપીએલ બાદ રણજી ટ્રોફીમાં પોતાની ધમાલ ચાલુ રાખી હતી. ઉત્તરાખંડ સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં જયસ્વાલે સદી ફટકારીને મુંબઈને મેચમાં મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું.

1 / 5
જયસ્વાલ પ્રથમ દાવમાં કશું જ અદભૂત પ્રદર્શન કરી શક્યો નહોતો. તે 45 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો હતો. જો કે પછીના દાવમાં જયસ્વાલનું બેટ જોરદાર બોલ્યું. વર્ષ 2019માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કરનાર જયસ્વાલની આ બીજી મેચ હતી અને સદી ફટકારીને તેને યાદગાર બનાવી હતી. જયસ્વાલે 150 બોલમાં 103 રન બનાવ્યા જેમાં તેણે નવ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા.

2 / 5
મેચની બીજી ઇનિંગમાં જયસ્વાલે કેપ્ટન પૃથ્વી શો સાથે પ્રથમ વિકેટ માટે 115 રનની ભાગીદારી કરી હતી. જો કે શોએ 80 બોલમાં 72 રન બનાવ્યા હતા અને દિક્ષાંશુના હાથે આઉટ થયો હતો. આ પછી જયસ્વાલ ક્રિઝ પર રહ્યો અને આદિત્ય તારે સાથે 94 રનની ભાગીદારી કરી. તારે 57 રન બનાવીને આઉટ થયો હતો.

3 / 5
યશસ્વી 103 રન બનાવીને મયંક મિશ્રાનો શિકાર બન્યો હતો. મયંકના બોલ પર તે સ્વપ્નીલના હાથે કેચ આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં 10 ચોગ્ગા અને બે છગ્ગા પણ ફટકાર્યા હતા. બીજી ઈનિંગમાં મુંબઈએ ત્રણ વિકેટ ગુમાવીને 261 રન બનાવ્યા હતા અને હવે તેણે 794 રનની લીડ મેળવી લીધી છે.

4 / 5
યશસ્વી જયસ્વાલે ગયા મહિને સમાપ્ત થયેલી IPLમાં કેટલીક સારી ઇનિંગ્સ રમી હતી પરંતુ તે એક પણ સદી ફટકારી શક્યો નહોતો. તેણે 10 મેચમાં 258 રન બનાવ્યા હતા. તે માત્ર બે જ સદી ફટકારી શક્યો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">