Cricket: રાજસ્થાન રોયલ્સના આ લેગ સ્પિનરે બે કંપનીઓનુ સંચાલન કરતી CEO સાથે કર્યા લગ્ન, તસ્વીરો કરી શેર, જુઓ

આ સ્ટાર લેગ સ્પિનરે થોડા મહિના પહેલા જ સગાઈ કરી હતી અને હવે લગ્ન કરી લીધા છે. આ ખેલાડીએ ડોમેસ્ટિક ક્રિકેટની સાથે IPLમાં પણ ઘણું નામ કમાવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 8:26 PM
ભારતીય ઓલરાઉન્ડર શ્રેયસ ગોપાલે (Shreyas Gopal) લગ્ન કરી લીધા છે. તેણે 24 નવેમ્બરે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ નિકિતા (NikithaShiv) સાથે ફેરા ફર્યા હતા. શ્રેયસ ગોપાલે ઇન્સ્ટાગ્રામ દ્વારા લગ્નની જાણકારી આપી હતી. બંનેએ થોડા મહિના પહેલા સગાઈ કરી હતી. શ્રેયસ ગોપાલ ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્ણાટક તરફથી રમે છે. તે હજુ પણ IPLમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) નો હિસ્સો રહ્યો છે અને લાંબા સમયથી આ ટીમ માટે રમી રહ્યો હતો.

1 / 7
શ્રેયસ ગોપાલની પત્ની નિકિતા શિવ એક યુવા બિઝનેસમેન છે અને પોતાની કંપની ચલાવે છે. તે ધ માના નેટવર્ક કંપનીની CEO છે. આ સાથે તેણે બાર એપિસોડ્સ નામની ઇવેન્ટ સર્વિસ પણ શરૂ કરી છે. અહીં નવા સ્ટાર્ટઅપની વાત કરવામાં આવી છે. તેણે પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર જણાવ્યું છે કે લૂઈ ફિલિપ કંપનીની સ્ટ્રેટેજી અને માર્કેટિંગનું કામ જુએ છે.

2 / 7
લગ્ન વિશે માહિતી આપતા શ્રેયસ ગોપાલે લગ્નની તારીખ 24 નવેમ્બર 2021 લખી છે. એ પણ કહ્યું કે નિક્કીએ હા પાડી. આ દરમિયાન તેણે તેની પત્નીને પણ ટેગ કર્યા હતા.

3 / 7
લગ્ન દરમિયાન શ્રેયસ ગોપાલ અને નિકિતાના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. જો કે, આ લગ્નમાં કયા ક્રિકેટરોએ હાજરી આપી હતી તે સ્પષ્ટ થયું નથી. જો કે, મયંક અગ્રવાલ, પ્રસિદ્ધ કૃષ્ણા, કૃષ્ણપ્પા ગૌતમ જેવા ક્રિકેટર અત્યારે ટીમ ઈન્ડિયા સાથે છે. જેથી તેઓ ઉપસ્થિત રહી શક્યા ન હતા.

4 / 7
શ્રેયસ ગોપાલ લાંબા સમયથી કર્ણાટક ટીમનો ભાગ છે. ઉપરાંત, તે લાંબા સમયથી IPL રમી રહ્યો છે. તે લેગ સ્પિનર ​​બોલિંગ કરે છે અને ભારત A ટીમનો પણ ભાગ રહી ચુક્યો છે.

5 / 7
28 વર્ષીય શ્રેયસ ગોપાલ હજુ સુધી ભારતીય ટીમ વતીથી રમી શક્યો નથી. તેણે 64 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 2674 રન બનાવ્યા છે અને 191 વિકેટ લીધી છે. તે જ સમયે, તેણે 47 લિસ્ટ A મેચમાં 77 વિકેટ અને 82 T20 મેચોમાં 91 વિકેટ લીધી છે.

6 / 7
શ્રેયસ ગોપાલે તેની કારકિર્દીની શરૂઆત મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે કરી હતી. પરંતુ જેમ તેણે રમવાનું શરૂ કર્યું, તેના લેગ સ્પિનનો જાદુ વધુ જોવા મળ્યો. અત્યારે તે મુખ્ય રુપે લેગ સ્પિનર ​​છે. જોકે, તેઓ ઉપયોગી બેટિંગ પણ કરે છે. તે IPLમાં રાજસ્થાન રોયલ્સ સાથે મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે.

7 / 7

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">