સાઉથ આફ્રિકામાં T20 સિરીઝ હાર્યા બાદ 2 દિવસમાં પાકિસ્તાનના બીજા ક્રિકેટરે લીધો સંન્યાસ

પાકિસ્તાનના વધુ એક ક્રિકેટરે નિવૃત્તિની જાહેરાત કરી છે. આ વખતે મોહમ્મદ આમિર તેની નિવૃત્તિની જાહેરાત કરી છે, મોહમ્મદ આમિરે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી રહ્યો છે.

| Updated on: Dec 14, 2024 | 8:26 PM
4 / 7
32 વર્ષીય મોહમ્મદ આમિરે પાકિસ્તાન માટે 36 ટેસ્ટ, 61 ODI અને 62 T20 મેચ રમી છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 119 વિકેટ લીધી છે. વનડેમાં 81 વિકેટ લીધી. જ્યારે T20માં તેણે 71 વિકેટ પોતાના નામે કરી છે. તેણે વર્ષ 2009માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.

5 / 7
ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 271 વિકેટ લેનાર અને 1,179 રન બનાવનાર મોહમ્મદ આમીર મુખ્યત્વે 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સામેની તેની ઘાતક બોલિંગ માટે જાણીતો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેણે ભારત સામે 16 રન આપીને 3 વિકેટ લીધી હતી.

6 / 7
મોહમ્મદ આમિર બે દિવસમાં નિવૃત્તિ લેનાર પાકિસ્તાનનો બીજો ક્રિકેટર છે. તેના એક દિવસ પહેલા ઈમાદ વસીમે પણ આવો જ નિર્ણય લીધો હતો.

7 / 7
નોંધનીય બાબત એ છે કે આ બંને એ જ ખેલાડી છે જે અગાઉ નિવૃત્તિ લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફર્યા હતા. આમિરના નિવૃત્તિના સમાચાર પાકિસ્તાને દક્ષિણ આફ્રિકામાં T20 શ્રેણી ગુમાવ્યા બાદ સામે આવ્યા હતા. (All Photo Credit : PTI)

Published On - 4:16 pm, Sat, 14 December 24