વિરાટ કોહલીની સફેદ દાઢી અને ODIમાંથી નિવૃત્તિ અંગે ટીમ ઈન્ડિયાના ક્રિકેટરનું મોટું નિવેદન
ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીનો એક ફોટો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તેની દાઢી ગ્રે અને સફેદ જોવા મળી રહી હતી. ભારતના આ ફાસ્ટ બોલરે આ અંગે મોટી વાત કહી છે. આ સાથે જ તેણે વિરાટ કોહલીના વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની અટકળો પર પણ મોટું નિવેદન આપ્યું છે.

વિરાટ કોહલી દુનિયાના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક છે. કોહલીએ તાજેતરમાં ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે અને T20 ફોર્મેટને પણ અલવિદા કહી દીધું છે. હવે તે ફક્ત ODI ફોર્મેટમાં જ રમતો જોવા મળશે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025થી તે પોતાના પરિવાર સાથે રજાઓ માણી રહ્યો છે. તાજેતરમાં જ તેનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તેની સફેદ દાઢી દેખાઈ રહી હતી.

ઘણા લોકોએ આ વિશે ઘણું કહ્યું હતું. કેટલાક લોકો માનતા હતા કે કોહલી હવે વૃદ્ધ થઈ ગયો છે અને તે ટૂંક સમયમાં ODI ફોર્મેટમાંથી પણ નિવૃત્તિ લેશે. હવે ભારતના ઝડપી બોલર નવદીપ સૈનીએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે.

નવદીપ સૈનીએ સ્પોર્ટ્સ યારી સાથેની એક મુલાકાતમાં કહ્યું, "ના, મને એવું નથી લાગતું. આ સફેદ અને ગ્રે દાઢી એક કુદરતી બાબત છે. તેનાથી શું ફરક પડશે? ખેલાડી એનો એ જ રહેશે અને મને ખાતરી છે કે ભૈયા ભવિષ્યમાં ચોક્કસ રમશે."

વિરાટ કોહલી વિશે વાત કરીએ તો, તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે બધા જ ફોર્મેટમાં ખૂબ જ શાનદાર બેટિંગ કરી છે. તેની કેપ્ટનશીપ પણ મજબૂત રહી છે અને કોહલીનું ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ મોટું ફેન ફોલોઈંગ છે.

વિરાટ કોહલી છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળ્યો હતો જેમાં તેણે પાંચ ઈનિંગ્સમાં 54.50ની સરેરાશથી 218 રન બનાવ્યા હતા. તેના પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયાએ આ ટુર્નામેન્ટ જીતી હતી.

ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે 19 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી 3 મેચની ODI શ્રેણી રમવાની છે. આ શ્રેણીમાં વિરાટ કોહલી રમી શકે છે. વિરાટ કોહલી આ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરશે તેવી ફેન્સને અપેક્ષા છે.(All Photo Credit : PTI / GETTY / INSTAGRAM)
T20 અને ટેસ્ટમાંથી નિવૃત્તિ બાદ વનડેમાંથી કોહલીની નિવૃત્તિ અંગે અનેક ચર્ચાઓ થઈ રહી છે. વિરાટ કોહલી સાથે જોડાયેલ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
