National Sports Day 2025 : 320 કરોડનો માલિક, પગાર કરોડોમાં, આ છે ભારતનો સૌથી પૈસાદાર કોચ
National Sports Day 2025 : ટીમ ઈન્ડિયાને પોતાની કોચિંગમાં 17 વર્ષ બાદ ટી20 ઈન્ટરનેશનલ વર્લ્ડકપનો ખિતાબ જીતાડનાર ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન 230 કરોડ રુપિયાનો માલિક છે. તેની કોચિંગમાં ટીમ ઈન્ડિયાએ અનેક ઐતિહાસિક સફળતા મેળવી છે.

વર્ષ 2024માં ટીમ ઈન્ડિયાએ 17 વર્ષ બાદ રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટી20 ઈન્ટરનેશનલ વર્લ્ડકપ પોતાને નામ કર્યો હતો. આ પહેલા ભારતીય ટીમે વર્ષ 2023માં વનડે વર્લ્ડકપનો ખિતાબ જીતવાનું ચૂકી ગઈ હતી.

ફાઈનલમાં તેને ઓસ્ટ્રિેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ટીમ ઈન્ડિયાએ આ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. ટીમ ઈન્ડિયાની આ સફળતા પાછળ કોચનો હાથ છે. જેને એક સમયે ભારતની દીવાલ કહેવામાં આવતી હતી.

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને વર્ષ 2021માં હેડ કોચ બનાવવામાં આવ્યા હતા. રિપોર્ટસ મુજબ દ્રવિડ હાલમાં ભારતનો સૌથી પૈસાદાર કોચમાંથી એક છે. તેની નેટવર્થ અંદાજે 320 કરોડ રુપિયાની આસપાસ છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડ નવેમ્બર 2021થી જૂન 2024 સુધી હેડ કોચ રહ્યા હતા. વર્ષ 2024માં ટી20ઈન્ટરનેશલ વર્લ્ડકપ જીત્યા બાદ તેમણે કોચનું પદ છોડી દીધું હતુ.

રિપોર્ટ મુજબ કોચિંગ દરમિયાન ભારતીય ક્રિકેટ બોર્ડે રાહુલ દ્રવિડને 12 કરોડ રુપિયાની વર્ષની સેલેરી આપી હતી. આ પગાર દુનિયાના કોઈ પણ ક્રિકેટ કોચમાંથી સૌથી વધારે હતો.

આ પહેલા રવિ શાસ્ત્રી હતા. જેનો પગાર અંદાજે 9.5 કરોડ રુપિયા હતો, રાહુલ દ્રવિડનો પગાર દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત અનેક ટોચના ખેલાડીઓથી પણ વધારે છે.

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 24 હજારથી વધારે રન પુરા કરનાર રાહુલ દ્રવિડની કમાણી કોચિંગ સિવાય જાહેરાતમાંથી થાય છે. ઈન્ડિયાની કોચિંગ છોડ્યા બાદ દ્રવિડ રાજસ્થાન રોયલ્સનો કોચ છે. રિપોર્ટ મુજબ રાજસ્થાન રોયલ્સ એક સીઝન માટે તેને અંદાજે 3 કરોડ રુપિયાનો પગાર આપે છે. આ સિવાય આલીશાન ઘર તેમજ તેની પાસે અનેક લક્ઝરી કારો પણ છે.

રિપોર્ટ મુજબ રાહુલ દ્રવિડ બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરને અંદાજે વર્ષના 12 કરોડ રુપિયાનો પગાર આપવામાં આવે છે. ગૌતમ ગંભીરની નેટવર્થ 265 કરોડ રુપિયાની આસપાસ છે.

રવિશાસ્ત્રી ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા ત્યારે તેનો પગાર વર્ષનો અંદાજે 9 થી 10 કરોડ રુપિયાનો હતો.2016માં ટીમ ઈન્ડિયાના કોચ બનેલા ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ સ્પિનર અનિલ કુંબલેને પણ દ્રવિડ કરતા ઓછો પગાર મળ્યો હતો.
Rahul Dravid Family Tree: રાહુલ દ્રવિડે 12 વર્ષની ઉંમરે બેટ હાથમાં લીધું, મિત્ર સાથે લગ્ન કર્યા, જાણો ક્રિકેટરથી RRના કોચ બનવા સુધીની સફર અહી ક્લિક કરો
