IPL 2022 Final એ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, BCCIના ખાતામાં મોટી સિદ્ધિ

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનો ખિતાબ જીતનાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ વખત IPLની ફાઈનલ રમાઈ હતી અને આ મેચમાં એક રેકોર્ડ બન્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2022 | 10:08 PM
ભારતીય ક્રિકેટના નામે વધુ એક નવી સિદ્ધિ જોડાઈ છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનો રેકોર્ડ બનાવ્યા બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમે વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સ્ટેડિયમમાં હવે T20 મેચમાં સૌથી વધુ દર્શકોનો રેકોર્ડ બની ગયો છે.

1 / 5
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસી) ના સચિવ જય શાહે 27 નવેમ્બર, રવિવારના રોજ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ IPL 2022 દરમિયાન સૌથી વધુ સંખ્યામાં દર્શકો માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થઈ ગયું છે. અંતિમ આ માટે તેને વિશેષ પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે.

2 / 5
શાહે ટ્વીટ કર્યું, “મને ગર્વ અને આનંદ છે કે GCA મોટેરાના ભવ્ય નરેન્દ્ર મોદી સ્ટેડિયમને એક જ T20 મેચમાં સૌથી વધુ સંખ્યામાં દર્શકો માટે ગિનિસ બુક રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. 29 મે 2022 ના રોજ IPL ફાઈનલ દરમિયાન, આ સ્ટેડિયમમાં 101,566 દર્શકો હાજર હતા. આ શક્ય બનાવવા માટે અમારા ચાહકોનો ખૂબ ખૂબ આભાર."

3 / 5
29 મેના રોજ, IPL 2022 ની ફાઇનલમાં, ગુજરાત ટાઇટન્સે તેમની પ્રથમ સિઝનમાં રાજસ્થાન રોયલ્સને તેમના ઘરેલું દર્શકોની સામે હરાવીને ટાઇટલ જીત્યું હતું. ગયા વર્ષે જ આ નવનિર્મિત સ્ટેડિયમમાં ક્રિકેટ ફરી શરૂ થયું હતું અને IPL ફાઈનલ પ્રથમ વખત યોજાઈ હતી.

4 / 5
આ સ્ટેડિયમ પહેલા ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) સ્ટેડિયમ મોટેરા તરીકે ઓળખાતું હતું. તેની ક્ષમતા 110,000 દર્શકોની છે, જે ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) કરતા લગભગ 10,000 વધુ છે. MCGમાં 100,024 દર્શકોની ક્ષમતા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">