Gujarati News » Photo gallery » Cricket photos » Most Sixes in IPL 2022 Top 5 Batsman list watch Jos Buttler, Andre Russell, Liam Livingstone, Hetmyer, Dinesh Karthik
IPL 2022: છગ્ગા જમાવવામાં કોણ રહ્યુ માહિર? ચાર વિદેશીઓ સામે એકલા હાથે ટક્કર લઈ રહ્યો છે દિનેશ કાર્તિક
દિનેશ કાર્તિક (Dinesh Karthik) એટલે કે 'ડીકે બોસ' આઈપીએલ 2022 ની ટોપ 5 ની યાદીમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે પ્રથમ ભારતીય છે. તેનું સ્થાન પાંચમું છે. અને તે એકલો જ છે જે ચાર વિદેશીઓને સ્પર્ધા આપતા જોવા મળે છે.
IPL 2022 હવે તેના અંતિમ મુકામ પર છે. તેની અત્યાર સુધીની સફરમાં રનનું તોફાન જોવા મળ્યું તો સિક્સરનું તોફાન પણ ઉછળતું જોવા મળ્યું. અત્યાર સુધીની સફરમાં સૌથી વધુ સિક્સ કોના નામે છે? ટોપ 5માં કયા બેટ્સમેન છે? આ પાંચમાં કેટલા ભારતીયોએ પોતાનું સ્થાન બનાવ્યું છે? આ બધા પ્રશ્નો છે જેના જવાબો તમે જાણવા માગો છો. તો ચાલો એક નજર કરીએ સૌથી વધુ છગ્ગા સાથે ટોપ 5 બેટ્સમેન.
1 / 6
જોસ બટલરઃ રાજસ્થાન રોયલ્સના ઓપનર જોસ બટલરે અત્યાર સુધી રમાયેલી 12 મેચોમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેના નામે અત્યાર સુધી 625 રન છે. અને સૌથી વધુ સિક્સરનો આંકડો પણ તેના નામે છે. બટલરે અત્યાર સુધી રમાયેલી 12 મેચોમાં 37 સિક્સર ફટકારી છે.
2 / 6
આન્દ્રે રસેલઃ એ જરૂરી નથી કે જેણે સૌથી વધુ રન બનાવ્યા તેની પાસે સૌથી વધુ સિક્સર પણ હોય. આઈપીએલની આ સિઝનમાં બટલર એકમાત્ર ઉદાહરણ છે, જેણે અત્યાર સુધીમાં વધુ રન અને સિક્સર બંને પોતાના નામે કર્યા છે. પરંતુ, તેના પછી સૌથી વધુ સિક્સરોમાં બીજું નામ કોલકાતા નાઈટ રાઈડર્સના આન્દ્રે રસેલનું છે. રસેલે અત્યાર સુધીમાં 28 સિક્સર ફટકારી છે.
3 / 6
લિયામ લિવિંગ્સ્ટનઃ IPL 2022 ની 59 મેચ રમ્યા બાદ પંજાબ કિંગ્સ સાથે રમી રહેલ લિયામ લિવિંગ્સ્ટન સૌથી વધુ સિક્સ ફટકારવાના મામલે ત્રીજા નંબર પર છે. 11 મેચ રમ્યા બાદ તેણે અત્યાર સુધીમાં કુલ 25 સિક્સર ફટકારી છે.
4 / 6
શિમરોન હેટમાયર: આન્દ્રે રસેલ પછી IPL 2022 માં સૌથી વધુ છગ્ગા સાથે ટોચના 5 બેટ્સમેનોમાં શિમરોન હેટમાયર વેસ્ટ ઈન્ડિઝનો બીજો નામ છે. હેટમાયરે અત્યાર સુધી 11 મેચ રમી છે અને તેમાં 21 સિક્સર ફટકારી છે.
5 / 6
દિનેશ કાર્તિક: દિનેશ કાર્તિક એટલે કે 'ડીકે બોસ' આઈપીએલ 2022 ની ટોપ 5 ની યાદીમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે પ્રથમ ભારતીય છે. તેનું સ્થાન પાંચમું છે. અને તે એકલો જ છે જે ચાર વિદેશીઓને સ્પર્ધા આપતા જોવા મળે છે. સિઝનમાં અત્યાર સુધી 137 બોલ રમીને તેણે 21 સિક્સર ફટકારી છે. તે સ્પષ્ટ છે કે તેણે ફટકારેલી સિક્સરની સંખ્યા પણ હેટમાયરની બરાબર છે, પરંતુ કેરેબિયન ક્રિકેટરે તેના કરતા એક મેચ ઓછી રમી છે. દિનેશ કાર્તિક IPL 2022 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ છે.