Mithali Raj Birthday : એક એવું નામ જેણે મહિલા ક્રિકેટનું ચિત્ર હંમેશા માટે બદલી નાખ્યું
TV9 GUJARATI | Edited By: Nirupa Duva
Updated on: Dec 03, 2022 | 10:10 AM
ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજે (Mithali Raj) તાજેતરમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે 23 વર્ષ સુધી ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતી રહી.
વર્ષે 2017માં ભારતીય મહિલા ટીમ વનડે વર્લ્ડકપમાં ફાઈનલ સુધી પહોંચી અને તેનો સામનો ઈંગ્લેન્ડ સામે હતો. ત્યારે ચાહકોના ચહેરા પર કાંઈ એવું જોવા મળ્યું કે, પહેલા ક્યારે જોવા મળ્યુ ન હતુ, ભારતની બેટિંગ ચાલી રહી હતી અને ટીમની કેપ્ટન બાઉન્ડ્રી લાઈન પાસે બેસી પુસ્તક વાંચી રહી હતી. આ ખેલાડી કોઈ બીજી નહિ પરંતુ મિતાલી રાજ હતી.મિતાલી રાજ જે ભારતની નહિ પરંતુ દુનિયાની સૌથી મહાન બેટસમેનમાંથી એક છે.
1 / 5
મિતાલી રાજે હાલમાં પોતાના 23 વર્ષના કરિયરને અલવિદા કહ્યું છે. આજે એટલે કે, 3 નવેમ્બરના રોજ મિતાલી રાજ 40 વર્ષની થઈ રહી છે. ભારતમાં મહિલા ક્રિકેટનો ચેહરો બદલનારી અને મહત્વ આપવાનો ફાળો શ્રેય મિતાલી રાજને જાય છે. જાણીએ તેના જીવનના સંધર્ષની સ્ટોરી
2 / 5
મિતાલી રાજ બાળપણમાં ક્રિકેટ રમતની સાથે-સાથે ભારતનાટ્યમ પણ કરતી હતી. મિતાલી રાજના પિતાએ નિર્ણય લીધો હતો કે, તેની પુત્રી ક્રિકેટર જ બનશે. તે સમયમાં ભારતમાં મહિલા ક્રિકેટરનું સ્તર ખુબ નીચે હતુ પરંતુ મિતાલીની કિસ્મત હતી તે મહિલા ક્રિકેટરે નવો રાહ ચીંધ્યો હતો.
3 / 5
મિતાલી રાજે વર્ષે 1999માં ભારત માટે ડેબ્યુ કર્યું, તે વર્ષે 2004માં અંદાજે 22 વર્ષની ઉંમરમાં તે ટીમ ઈન્ડિયાની કેપ્ટન બની ગઈ ત્યારબાદ તેમણે બેટથી રનનો વરસાદ કર્યો સાથે કેપ્ટનશીપમાં ભારતીય ટીમને નવો રસ્તો દેખાડ્યો હતો. તેની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા વર્ષે 2017ના વનડે વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચી,
4 / 5
મહિલા ક્રિકેટર તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ મિતાલી રાજના નામ પર છે. તેમણે ત્રણ ફોર્મેટમાં 333 મેચમાં 10869 રન બનાવ્યા છે. તેના નામે 8 સદી અને 85 અડધી સદી છે. ટેસ્ટમાં તેમણે 214 રનની શાનદાર ઈનિગ્સ રમી છે. તે બેવડી સદી ફટકારનારી યુવા ક્રિકેટર છે.