Jasprit Bumrah Birthday: માતાની કપરી મહેનતથી સપનાં થયા સાકાર, પંજાબ થી અમદાવાદ આવીને વસેલા પરિવારનો પુત્ર ટીમ ઇન્ડીયાનો છે સ્ટાર બોલર

જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) અત્યાર સુધી ટેસ્ટમાં ભારત માટે 101 અને વનડેમાં 108 વિકેટ ઝડપી છે. T20 ક્રિકેટમાં તેણે અત્યાર સુધીમાં 61 શિકાર બનાવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 8:46 AM
કહેવાય છે કે માથા પર પિતાનો પડછાયો હોય તો મુશ્કેલીઓનો બોજ નથી લાગતો. પરંતુ, માત્ર 5 વર્ષની ઉંમરે જ્યારે તેના પિતાનો પડછાયો તેની પાસેથી છીનવાઈ ગયો ત્યારે તેની સાથે શું થયું હશે તેની કલ્પના કરો. અને, તે પછી તેની માતાએ તેને સફળ ક્રિકેટર બનાવવા માટે એડી ચોટીનુ જોર લગાવવુ પડ્યુ હતુ. અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના અમદાવાદ (Ahmedabad) માં સ્થાયી થયેલા પંજાબી પરિવારમાં જન્મેલા ક્રિકેટર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ની, જે બેશક આજે ટીમ ઈન્ડિયા (Team India) નો સ્ટાર બોલર છે, પરંતુ તેનો ભૂતકાળ મુશ્કેલીઓથી ભરેલો હતો. ભારતના સફળ ક્રિકેટર જસપ્રિત બુમરાહનો આજે 27મો જન્મદિવસ છે.

1 / 6
બુમરાહને સંઘર્ષના દિવસોથી લઈને સફળતાની સીડીઓ સુધી પહોંચાડવામાં તેની માતા દલજીત બુમરાહનો મોટો ફાળો છે. દલજીત બુમરાહ વ્યવસાયે એક શિક્ષક છે, જે અમદાવાદમાં જ ભણાવતો હતો. ડોક્યુમેન્ટ્રી ક્રિકેટ ફીવરઃ મુંબઈ ઈન્ડિયન્સમાં, બુમરાહની માતા તેના પુત્રની સફળતાની વાર્તા વર્ણવે છે.

2 / 6
બુમરાહે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ વર્ષ 2013માં વિદર્ભ સામે કર્યું હતું. બુમરાહની ઓળખ તેના વિચિત્ર એક્શન અને યોર્કરના કારણે ક્રિકેટ જગતમાં સ્થાપિત થઈ હતી. ગુજરાત માટે, તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મહારાષ્ટ્ર સામે વર્ષ 2012-13માં ટી20માં પ્રવેશ કર્યો હતો. પરંતુ તેના માટે મોટી તક વર્ષ 2015-16માં આવી, જ્યારે તેને ઈજાગ્રસ્ત મોહમ્મદ શમીની જગ્યાએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો.

3 / 6
ઓગસ્ટ 2016 માં, બુમરાહ  T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ 48 વિકેટ મેળવનાર બોલર બન્યો. તેણે 2018ના સાઉથ આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટ ડેબ્યૂ કર્યું અને એબી ડી વિલિયર્સને તેનો પહેલો શિકાર બનાવ્યો. આ પ્રવાસની ત્રીજી મેચમાં, તેણે તેની ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ વખત 5 વિકેટ લઈને કમાલ કર્યો. આ પછી, તે જ વર્ષે ઇંગ્લેન્ડ પ્રવાસ પર રમાયેલી ત્રીજી ટેસ્ટમાં, તેણે બીજી વખત 5 વિકેટ લઈને કમાલ કર્યો. જ્યારે ત્રીજી વખત તેણે ઓસ્ટ્રેલિયામાં 2018માં રમાયેલી બોક્સિંગ ડે ટેસ્ટમાં 5 વિકેટ લીધી હતી.

4 / 6
આ સાથે બુમરાહ એક જ કેલેન્ડર વર્ષમાં દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેનારો પ્રથમ એશિયન બોલર બન્યો હતો.

5 / 6
બુમરાહે ચાલુ વર્ષે માર્ચ માસમાં સ્પોર્ટ્સ એંકર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા હતા. ભારતીય ટીમ એ વખતે ઇંગ્લેન્ડ સામે સિરીઝ રમવામાં વ્યસ્ત હતી.

6 / 6

Latest News Updates

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

g clip-path="url(#clip0_868_265)">