
ખાસ વાત એ છે , કે રામ નવમીનો તહેવાર પણ એ જ દિવસે એટલે કે 6 એપ્રિલે છે. આ દરમિયાન હવે સમાચાર આવ્યા છે કે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ એટલે કે CAB એ BCCIને આ મેચમાં ફેરફાર કરવા કહ્યું છે. આ વાત સ્પોર્ટસ્ટારના એક રિપોર્ટમાં સામે આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોલકાતા પોલીસે CAB અધિકારીઓને કહ્યું છે કે, 6 એપ્રિલે રામ નવમીનો મોટો તહેવાર છે, તેથી તે દિવસે મેચ દરમિયાન પૂરતી સુરક્ષા વ્યવસ્થા થઈ શકે તેમ નથી.

જ્યારે બીસીસીઆઈ સાથે આ અંગે વાત કરવામાં આવી તો કહેવામાં આવ્યું કે, આઈપીએલ શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે, તેથી વધુ ફેરફાર શક્ય નથી. પરંતુ આના વિશે વિચાર કરવામાં આવી શકે છે,શું આ મેચના વેન્યુમાં કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે.

બીસીસીઆઈ તરફથી આ વાતને લઈ પુષ્ટિ કરવામાં આવી કે,CAB દ્વારા આ સંબંધમાં માહિતી આપવામાં આવી છે અને તમામ શક્યતાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ટુંક સમયમાં કોઈ સમાધાન નીકળી શકે છએ.રસપ્રદ વાત એ છે કે, ગત વર્ષે પણ રામનવમીના દિવસે કોલકાતામાં મેચ યોજાવાની હતી, પરંતુ બાદમાં તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. શું આ વખતે પણ આવું જ કંઈક થશે,