ક્યારે શરુ થશે IPL 2023 અને ક્યારે રમાશે ICC WTC Final? જાણો આ અહેવાલમાં
TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria
Updated on: Dec 06, 2022 | 11:48 PM
IPL 2023: ક્રિક્રેટના ચાહકો આઈપીએલ અને બીજી અનેક ક્રિકેટ ટુર્નામેન્ટની રાહ જાઈ રહ્યા છે. આ અહેવાલમાં ચાલો જાણીએ મોટી ટુર્નામેન્ટની તારીખો વિશે.
ક્રિકેટ ફેન્સ હવે ટી20 અને વન ડે ક્રિકેટ વર્લ્ડકપની જેમ ટેસ્ટ ચેમ્પિયનશિપ પ્રત્યે પણ ઉત્સાહ બતાવી રહ્યા છે. આ બધા વચ્ચે ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજુ સંસ્કરણ અને આઈપીએલની તારીખ સામે આવી રહી છે.
1 / 6
મીડિયા રિપોર્ટ અનુસાર, આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ જૂનના પહેલા અઠવાડિયામાં યોજાશે. અનુમાન અનુસાર 7થી 11 જૂન વચ્ચે આ મેચ રમાઈ શકે છે. આ મેચ ઈંગ્લેન્ડમાં રમાઈ શકે છે અને તેમાં રિઝર્વ ડે પણ રાખવામાં આવશે. જોકે, આ અંગે કોઈ આધિકારીક જાહેરાત કરવામાં આવી નથી.
2 / 6
આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચની શરુઆત આઈપીએલની સમાપન તારીખની નજીક છે. બીસીસીઆઈ પણ આઈપીએલની તારીખ પર વિચાર કરી રહ્યુ છે. આઈપીએલનું સમાપન 4 જૂન કે 28 મેના રોજ થઈ શકે છે.
3 / 6
જો ભારતીય ક્રિકેટ ટીમ આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં આવશે તો આઈપીએલ 2023ની શરુઆત 31 માર્ચ કે 1 એપ્રિલના રોજ થશે.
4 / 6
ભારતીય ટીમ હાલમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ચોથા સ્થાને છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રીકા અને શ્રીલંકાની ટીમથી પોઈન્ટમાં પાછળ છે. જો બાંગ્લાદેશ સામેની 2 ટેસ્ટ મેચ અને ઓસ્ટ્રેલિયા સામેની 4 ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ જીતે તો તે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં રમી શકે છે.
5 / 6
ભારત પહેલી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ફાઈનલમાં પહોંચી હતી. પણ ન્યૂઝીલેન્ડની ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.