બેંગ્લોરમાં ચાલી રહેલી IPL 2022 મેગા ઓક્શનના ઓક્શનર હ્યુ એડમિડ્સની તબિયત અચાનક બગડી ગઈ. તે હરાજી દરમિયાન જ બેહોશ થઈ ગયા હતા અને સ્ટેજ પરથી પણ પડી ગયા હતા.
1 / 5
હ્યુ એડમિડ્સ શ્રીલંકાના ઓલરાઉન્ડર વનેન્દુ હસરાંગાને બોલી લગાવી રહ્યા હતા પરંતુ તે અચાનક બેહોશ થઇને ઢળી પડ્યા હતા. હ્યુ એડમિડ્સની તબિયત બગડતાં હરાજી રોકી દેવામાં આવી હતી.
2 / 5
હ્યુ એડમિડ્સ વિશ્વના અગ્રણી ઓક્શન ઓપરેટરોમાંના એક છે. તે વર્ષ 2019થી આઈપીએલની હરાજી કરી રહ્યા છે. તેમણે 3 વર્ષ પહેલા રિચર્ડ મેડલીનું સ્થાન લીધું હતું.
3 / 5
હ્યુ એડમિડ્સ 60 વર્ષના છે અને તેમણે વિશ્વભરમાં 2300 થી વધુ હરાજી કરી છે. એડમિડ્સ દ્વારા વર્ષ 1984માં પ્રથમ હરાજી હાથ ધરવામાં આવી હતી.
4 / 5
હ્યુજ એડમ્સે બ્રિટિશ ઓક્શન હાઉસમાં કામ કર્યું છે અને ત્યાં 3 લાખથી વધુ વસ્તુઓની હરાજી થઈ હતી. એટલું જ નહીં તે લંડનમાં યોજાયેલી નેલ્સન મંડેલા ગાલાની હરાજી કરનાર પણ તેઓ હતા.