13 વર્ષ બાદ ન્યુઝીલેન્ડ સામે વનડે સિરીઝમાં ક્લીન સ્વીપ, ઘરઆંગણે સતત 7મી સિરીઝ જીતી

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria

Updated on: Jan 24, 2023 | 11:25 PM

Indian Cricket Team: ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી વનડે મેચમાં 90 રનથી જીત મેળવ્યા બાદ ભારતીય ટીમે વનડે સિરીઝ જીતી લીધી હતી. આ સાથે જ ભારતીય ટીમ વનડે રેંકિગમાં નંબર વન બની ગઈ છે. ચાલો જાણીએ આ જીત સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો.

ઈન્દોરમાં ન્યુઝીલેન્ડની ટીમે ત્રીજી વનડેમાં ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરીને ભારતીય ટીમે 386 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 41.2 ઓવરમાં 295 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં 3-0થી ભારતે જીત મેળવી છે.

1 / 5
ઘર આંગણે સતત 7મી સિરીઝ જીત - ઘરઆંગણે ભારતની આ સતત સાતમી વનડે શ્રેણી જીત છે. આ શ્રેણી પહેલા ભારતે શ્રીલંકા સામે ત્રણ મેચની વનડે શ્રેણી પણ રમી હતી, જેમાં ભારત 3-0થી જીતવામાં સફળ રહ્યું હતું.

2 / 5
ભારતે છેલ્લી પાંચ વનડેમાં જ્યારે પણ પ્રથમ બેટિંગ કરી છે ત્યારે તેણે જંગી સ્કોર બનાવ્યો છે. જેમાંથી તે ચાર વખત 350ને પાર કરવામાં સફળ રહી છે. એક સમયે ટીમ ઈન્ડિયા 349 સુધી પહોંચી ગઈ હતી અને તે મેચ ન્યૂઝીલેન્ડ સામેની આ સીરીઝની પ્રથમ મેચ હતી.

3 / 5
રોહિત શર્મા ભારતના પહેલા કેપ્ટન બની ગયા છે જેના નેતૃત્વમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને ODI અને T20માં ક્લીન સ્વીપ કર્યું છે. 2021-22માં પણ ટીમ ઈન્ડિયાએ રોહિતની કપ્તાનીમાં ટી20 શ્રેણીમાં 3-0થી જીત મેળવી હતી.

4 / 5
આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 13 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડને વનડે સીરીઝમાં ક્લીન સ્વીપ કર્યું છે. અગાઉ 2010-11માં ભારતે ન્યૂઝીલેન્ડને પાંચ મેચની વનડે શ્રેણીમાં 5-0થી હરાવ્યું હતું.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati